બારડોલી : સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ દેસાઇ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહેલ કામદાર ચાર ફૂટ ઊંચાઈએથી નીચે પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઝારખંડનો વતની અને હાલ સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ દેસાઇ ઈન્ડસ્ટ્રીઝમાં રહેતા નીકુલ બાલી ભુથાન નાઓ ગતરોજ કંપનીમાં કામ કરી રહયો હતો. તે સમયે કામ કરતી વેળાએ ચાર ફૂટની ઊંચાઈએથી તે નીચે પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.