– પોલીસે કાર અને વિદેશી દારૂ મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એકની અટકાયત કરી બે વોન્ટેડ
બારડોલી : પલસાણા પોલીસ પી.એસ.આઇ.ચેતન ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ બુધવારના રોજ પેટ્રોલીંગ પર હતો જે દરમિયાન મળેલી બાતમી આધારે પલસાણા ચાર રસ્તા ખાતે ને.હા.48 પર મુંબઈ અમદાવાદ હાઈવે પર શંકાસ્પદ હોંડા વર્ના કાર GJ 01 KQ 6338 ને અટકાવી તપાસ કરતા કાર માંથી વિવિધ કંપનીની નાની મોટી 467 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર ચાલક વિશાલ ચંદન રાય (રહે.જલારામ નગર ચલથાણ )ની અટકાયત કરી 58 હજારની કિંમતનો વિદેશી દારૂ તેમજ 2.5 લાખની કિંમતની કાર મળી 3.3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મોકલનાર રમેશભાઈ તેમજ દારૂ માંગવનાર અખિલ રહેવાસી (રહે..કડોદરા જલારામ નગર ) ને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.