[weather_data]
Breaking News
TRENDING NEWS

પલસાણા તાલુકાના બગુમરાથી વિદેશી દારૂના ગુનાનો વોંટેડ આરોપી ચીન્ટુ ઉર્ફે ચીન્ટુ ફાયરિંગ ઝડપાયો

[updated_date] [post_views]

Table of Content

પલસાણા : સુરત જિલ્લા એસઓજી પોલીસેની ટીમે બાતમી આધારે વિદેશી દારૂના ગુનામાં વોંટેડ આરોપીને પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો.

મળતી વિગત મુજબ સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાં સાઈ વાટિકા સોસાયટી તરફ જવાના રોડ ઉપરથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેણે પોતાનું નામ ચીન્ટુ ઉર્ફે ચીન્ટુ ફાયરિંગ પ્રકાશભાઈ મોહોદ (રહે, સૂર્યાન્સી રેસિડન્સી બગુમરા ગામ, તા-પલસાણા, મૂળ રહે, ગજાનંદ નગર, અમરાવતી, મહારાષ્ટ્ર) નો હોવાનું જણાવ્યુ હતું અને તે છેલ્લા છ-સાત વર્ષથી સુરત ખાતે રહેતો હતો અને છેલ્લા પાંચ વરસથી ચોરી છૂપીથી વિદેશી દારૂનો ધંધો કરતો હતો.અને તેના મિત્ર અભિષેકસિંગ રાજપૂત નાએ તેને જણાવેલ કે મારે છૂટકમાં વિદેશી દારૂની જરૂરિયાત છે.જેથી તે એક ખેપિયા પાસેથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બાટલી કુલ 615 મંગાવી હતી અને અભિષેકસિંગ રાજપૂતને આપી હતી.પરંતુ અભિષેકસિંહ ને પોલીસે ઝડપી પાડ્યો હતો.જ્યારે ચીન્ટુ વોંટેડ હતો પોલીસે તેને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles