બારડોલી : રાત્રી દરમિયાન વાહન ચેકીંગમાં શંકાસ્પદ વાહનને અટકાવી ચેક કરતા ટેમ્પા માંથી મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલિસે ટેમ્પો સહિત 5.60 લાખનો મુદ્દમાલ કબ્જે કરી 5 વ્યક્તિની અટકાયત કરી હતી.
મળતી માહિતી અનુસાર બુધવારની રાત્રીએ પોલિસના માણસો પેટ્રોલિંગમાં હતા જે અરસામાં ગુરુવારના મળસ્કે 1 વાગ્યા અરસામાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ ગાર્ડન સીટી સોસાયટીના ગેટ નજીક એક સફેદ રંગની ટાટા ટેમ્પો DN 09 U 9330 શંકાસ્પદ લાગતા તેમાં તપાસતા ટેમ્પાના પાછળના ભાગે ઘઉંની 50 કિલોની 18 ગુણ તેમજ ચોખાની 50 કિલોની 83 ગુણ ભરેલી હતી જે અંગે પૂછપરછ કરતા ટેમ્પા ચાલક દ્વારા સંતોષકારક જવાબ નહિ આપતા પોલિસે ટેમ્પો અને 101 અનાજની ગુણ નહિ 5 લાખ 60 હજાર 600 નો મુદ્દમાલ કબ્જે કરી (1)અભય ઉર્ફે રવી અજય જોશી (33) રહે.170 ગાર્ડન સીટી સોસાયટી જોળવા, મૂળ અલીગઢ જિલ્લો ઉત્તર પ્રદેશ(2) ટેમ્પો ચાલક વિકાસ રામજીલાલ યાદવ (21) આરાધના લેક સીટી જોળવા,મૂળ હાથરસ જિલ્લા,ઉત્તરપ્રદેશ(3) શિવકુમાર વિનોદ કુમાર જાધવ (33 ) રહે.ન્યુ બોમ્બે માર્કેટ સુરત મૂળ બિહાર (4)રાજેશ કુમાર ઈશ્વરલાલ યાદવ (22) રહે.પર્વત પાટિયા ,સુરત મૂળ જિલ્લો પટણા બિહાર (5)રામસુબોધ સુરેશભાઈ યાદવ (33) રહે પર્વત પાટિયા સુરત મૂળ પટણા જિલ્લા બિહાર નાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


