પલસાણા : પલસાણા પોલીસને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાનાં બગુમરા ગામે એક સોસાયટીના બંધ મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી 2.47 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી એક મહિલા સહિત બે વ્યક્તિને વોંટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસ ગતરોજ પેટ્રોલીંગમાં હતી.ત્યારે તેઓને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાનાં બગુમરા ગામે આવેલ મહાદેવ સોસાયટીના વિભાગ નંબર 1 માં મકાન નંબર 402 માં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવેલ હોવાની બાતમી આધારે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં મકાન બંધ હાલતમાં હતું. ત્યારે પોલીસે મકાનનું તાળું તોડી મકાનમાં તપાસ કરતાં 2376 નંગ વિદેશી દારૂ તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે 2.47 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી મકાનમાં દારૂ સંતાડનાર કમુબેન અવીરચ વસાવા (રહે, પૂણા કુંભારિયા, સુરત) તેમજ સોનું નામના ઈસમ આ ગુનામાં સંડોવાયેલ હોવાથી પલસાણા પોલીસે બંનેને વોંટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.