પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં રસ્તા પર વાત કરતા જતા રાહદારીઓના હાથ માંથી કીમતી મોબાઈલ આંચકીને નાસી છૂટટી ગેંગના ત્રણ આરોપીને પલસાણા પોલીસે એના ગામની સીમમાંથી ઝડપી પાડ્યા હતા.જ્યારે આ ચોરીના મોબાઈલ ખરીદનારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે ચોરીના 53 મોબાઈલ,બે બાઇક તથા રોકડ રકમ મળી કુલ 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.અને તેમના વિરુદ્ધ અગાઉ પણ સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં ચોરી વિરુદ્ધ ગુનો નોંધાય ચૂક્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સરવૈયાએ ટીમ બનાવી પલસાણા વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુના શોધી કાઢવા તપાસ શરૂ કરી અને ચોરી થયેલ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી તપાસ શરૂ કરતાં તેઓને બાતમી મળી હતી કે પલસાણા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બાઇક ઉપર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ભાગી ગયા હતા.જે શખ્સો એક પલ્સર બાઇક નંબર જીજે-05-કેએચ-9515 લઈને એના ગામની સીમમાં ને.હા .-53 ઉપર એના ગામના પાટિયા નહિક ઊભા છે. જે હકીકતના આધારે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ ત્રણે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.આ એન તેમણે ગુનાની કબૂલાત કરી હતી. અને તેમની પૂછતાછ કરતાં આ ચોરીના મોબાઈલ તેઓ રામલટોન બંસરાજ બર્મા (રહે, પઠાણપાર્ક, પલસાણા, મૂળ રહે, દાદુપુર, જી,સુલતાનપુર, યુ.પી) નાઓને વેચતા હતા.પોલીસે પકડાયેલ આ ત્રણે વ્યક્તિઓ પાસેથી અલગ અલગ કંપનીના 53 મોબાઇલ કિંમત રૂ, 2.82 લાખ,એક પલ્સર બાઇક તેમજ એક મોપેડ નંબર જીજે-19-એએસ-9844 તથા રોકડા રૂપિયા મળી કુલ 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ રહેણાંક વિસ્તારમાં ઘરફોડ ચોરી પણ કરી હતી. પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


