By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેરની WHOની ચેતવણી : મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આકરા પ્રતિબંધો લાદવા જરૂરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેરની WHOની ચેતવણી : મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આકરા પ્રતિબંધો લાદવા જરૂરી
GeneralNational

પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેરની WHOની ચેતવણી : મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આકરા પ્રતિબંધો લાદવા જરૂરી

HM News
Last updated: 20/11/2020 9:59 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : વિશ્વ વ્યાપાર સંગઠન (WHO)ના રિજનલ ડિરેક્ટર અહમદ અલ મંધારીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેર આવી શકે છે. ઠંડીનું આગમન થતાં સમગ્ર પશ્ચિમ એશિયામાં કોરોના વાઇરસના ચેપના મામલા ઝડપથી વધી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે ચેપના લીધે મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આ દેશોએ પ્રતિબંધોને વધારે આકરા કરીને બચાવના પગલાં ઉઠાવવા જરૂરી છે.

તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે એશિયા પેસિફિકના દેશોએ પ્રારંભમાં આકરા લોકડાઉન લાગુ કર્યા હતા,પરંતુ હવે તે ઢીલાશ દાખવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ રોગચાળાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાથી લઈને માસ્ક લગાવવા સુધીની બાબતનું આ ક્ષેત્રમાં પૂર્ણપણે પાલન થઈ રહ્યું નથી.તેના પરિણામ આ ક્ષેત્રની હોસ્પિટલો દર્દીઓથી ભરાયેલી પડી છે.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા નવ મહિનામાં ચેપના લીધે લગભગ 36 લાખથી વધારે લોકો બીમાર થયા છે.તેની સાથે 76 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે.આ ઉપરાંત આટલા જ લોકોનું જીવન દાવ પર લાગેલું છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને લઈને લાગતુ અનુમાનોને હકીકતમાં બદલાતા રોકવા માટે તકેદારીના પગલાં લેવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે અને મોતનો આંકડો અઢી લાખને વટાવી ગયો છે.ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા આગામી મહિનાઓમાં એક કરોડ પર પહોંચી શકે છે.સરકારો શિયાળામાં કોરોનાના કેટલા દર્દીઓ આવશે તેના આંકડા પર ચોક્કસ નથી અને સંભાવના પર કામ કરી રહી છે,તેથી શિયાળામાં જો કોરોનાની બીજી લહેર આવે તો આ આંકડાઓમાં નોંધપાત્ર વધારો પણ થઈ શકે છે.આમ રસી પહોંચે નહીં ત્યાં સુધી લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન કરવુ જોઈએ. જો તેઓ તેમ નહીં કરે તો તે પોતે ગંભીર સ્થિતિમાં મૂકાઈ શકે છે અને બીજાને પણ તેમા મૂકી શકે છે.

સાવધાન ! હવે ગેમિંગની આડમાં ‘જેહાદ ગેમ’ : પ્રયાગરાજમાં સગીરે તોડી જનેઉ, પઢવા લાગ્યો નમાજ …
રશિયા-યુક્રેન તણાવ Live : યુક્રેન પર વધુ એક વખત મિસાઈલ સ્ટ્રાઈક
H.L કોમર્સ ૮૫ વર્ષ બાદ હવે મોર્નિંગ શિફ્ટમાં ચાલશે :વિદ્યાર્થીઓને મોટો ફાયદો
કોરોના : લોકોને ગેરમાર્ગે દોરવાનો અને ભ્રમ ફેલાવવા બદલ બાબા રામદેવ વિરૃદ્ધ પોલીસ ફરિયાદ
બંગાળમાં ખૂની ખેલ યથાવત, ભાજપના કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં કોરોનાના કુલ કેસ 90 લાખને પાર, અમેરિકા બાદ બીજો દેશ બન્યો
Next Article 62,600 કરોડ માટે સેબી સહારા સામે પહોચી સુપ્રીમ કોર્ટ, રોકાણકારોને રૂપિયા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up