પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ ઘર્ષણ શાંત થવાનું નામ લઇ રહ્યું નથી.નાના મોટા છમકલા હવે હિંસાનું મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે.ત્યારે ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે આજે વધુ એક સમાચાર આવ્યા છે કે, કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી મુરલીધરની ગાડી ઉપર આજે મેદનીપુરામાં હુમલો થયો હતો.કહેવામાં આવી રહ્યું છે કે તેના ઉપર કેજીટી ગ્રામીણ વિધાનસભાના પંચખૂડીમાં હુમલો થયો હતો.તેમની કારના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને આ મામલાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી વી મુરલીધર આને આ બાબતનો એક ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે અને તે વિડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, પશ્ચિમ બંગાળના મદીનાપુરના પ્રવાસ દરમ્યાન મારી ગાડી ઉપર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો છે.કાચ તોડી નાખ્યા છે.મારા પર્સનલ સ્ટાફ ઉપર પણ હુમલો કર્યો છે અને મારે આ દરમ્યાન તે સ્થળ છોડીને પરત ફરવું પડયું છે.
નોંધનીય છે કે આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે.ગૃહ મંત્રાલયએ 4 મેમ્બરની ટીમ બંગાળ મોકલી છે.જે હિંસાની તપાસ કરશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ પહેલા પણ રાજ્યોમાંથી રિપોર્ટ મંગાવ્યો હતો અને હિંસાને લઈને જાણકારી માંગી હતી.


