પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળના દિનાજપુરના એક માર્કેટમાં સોમવરે રાત્રે હેમતાબાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ દાવો કરતા કહ્યું છે કે અમારા ધારાસભ્યની હત્યા કરવામાં આવી છે.
બંગાળ બીજેપીએ પોતાના ટ્વીટમાં દાવો કરતા કહ્યું કે, ઉત્તરી દિનાજપુરની આરક્ષિત બેઠક હેમતાબાદમાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રેનું મૃતદેહ તેમના ગામની પાસે બિંદલમાં લટકતી હાલતમાં મળી આવ્યો છે.જેના પરથી સ્પષ્ટ રીતે ખ્યાલ આવી રહ્યો છે કે પહેલા તેમની હત્યા કરવામાં આવી હશે અને બાદમાં તેમના મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો છે.તેમનો ગુનો શું હતો? તેઓ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.ઓમ શાંતિ…