પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્યોની સંખ્યા બુધવારે 77માથી ઘટીને 75 થઈ ગઈ છે.બે ધારાસભ્યોએ પાર્ટીના નિર્દેશ પર વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે.આ બંને સાંસદ છે.તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા,પરંતુ તેમનું સાંસદ બન્યું રહેવું પાર્ટીને વધારે ફાયદાકારક લાગી રહ્યું છે.કૂચ બિહારના સાંસદ નિશીથ પ્રામાણિક જિલ્લાના દિનહાટાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.એજ રીતે રાણાઘાટના BJP સાંસદ જગન્નાથ સરકાર નદિયા જિલ્લાની શાંતિપુર સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા,પરંતુ બંનેએ બુધવારે વિધાસભાના અધ્યક્ષ બિમાન બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
નિશીથ પ્રામાણિકે કહ્યું કે અમે પાર્ટીના નિર્ણયનું પાલન કર્યું છે.પાર્ટીએ નિર્ણય લીધો છે કે અમારે વિધાનસભાની સીટ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.કૂચ બિહારના સાંસદે રાજ્યમાં ચૂંટણી બાદ હિંસા બાબતે કહ્યું કે કૂચ બિહારના લોકોએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને નકારી દીધી છે એટલે હિંસાનો સહારો લઈ રહી છે.હવે પેટાચૂંટણી થશે. BJP ફરી જીતશે.એક રિપોર્ટ મુજબ, BJPના કાર્યકર્તાએ કહ્યું કે અધિકારિક જાહેરાત સમયની વાત છે.પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્ત્વ ઉત્સુક છે કે બંને સાંસદ બને.
તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને કહ્યું કે ‘BJPએ બંગાળ ચૂંટણીમાં લોકસભા સાંસદ અને એક રાજ્યસભાના સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.તેમાંથી 3 ચૂંટણી હારી ગયા અને બે જીત્યા.આ બંને ધારાસભ્યોએ આજે રાજીનામાં આપી દીધા.દુનિયાની સૌથી મોટી પાર્ટીએ ચૂંટણીમાં શૂન્ય મેળવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.’ શોભનદેવ ચટ્ટોપાધ્યાયએ કહ્યું કે BJPના 140 ઉમેદવાર તૃણમૂલકોંગ્રેસના પૂર્વ નેતા હતા.તેમના 3 સાંસદોની હાલત જુઓ-કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટર્જી અને સ્વપ્નદાસ ગુપ્તા.. બધા ચૂંટણી હારી ગયા.
તેમણે કહ્યું કે BJPના એ બે સાંસદોને જુઓ, જેમને જીત મળી છે.નિશીથ પ્રામાણિક અને જગન્નાથ સરકાર,જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ લોકોના પૈસાનો બગાડ છે,અમારે આ બંને સીટો પર ચૂંટણી લડવાની છે.આ બધુ મહામારી વચ્ચે થયું છે.તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શોભનદેવ ચટ્ટોપાધ્યાયને પોતાના નિશાના પર રાખ્યા હતા.મમતા બેનર્જીના ભવાનીપુર સીટ છોડીને લડવાના નિર્ણય બાદ સોમનદેવ ચટ્ટોપાધ્યાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા અને તેમણે સરળતાથી ભાવનીપુરની સીટ પર જીત મેળવી લીધી.