વોશિંગટન,તા.૧૦: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન એ સંકલ્પ કર્યો છે કે, તેમના કાર્યકાળના પહેલા ૧૦૦ દિવસમાં કોરોના જેવી ઘાતક મહામારીમાં લોકસ્વાસ્થને પ્રાથમિકતા આપી ૧૦ કરોડ લોકોનુ કોરોના વેકસીનેશન કરાવશે. તેઓ દેશમાં તમામ લોકો માટે માસ્ક પહેરવાનુ પણ ફરજીયાત કરાવશે. તેમજ સુનિશ્યિત કરશે કે દેશની મોટા ભાગની શાળાઓ ખુલી જાય.
જો બિડેને અમેરિકાની જનતાને ભરોસો અપાવ્યો હતો કે,પોતાના કાર્યકાળના પહેલા ૧૦૦ દિવસમાં તેમના નિષ્ણાંતોની ટીમ એક અસરકારક સ્વાસ્થ સેવા તૈયાર કરશે.તેમણે અર્થતંત્રને પણ પટરી પર લાવવાનો સંકલ્પ લીધો હતો.
ચીનમાંથી ઉદભવેલી કોરોના મહામારીના ઝપેટામાં આવ્યા બાદ મહાસત્ત્।ા અમેરિકામાં ગંભીર સ્થિતિ ઉભી થઇ હતી.અમેરિકા કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશોની હરોળમાં પહેલા સ્થાને છે.અહીં લગભગ ૧.૫ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂકયા છે,જેમાંથી ૨,૮૬,૦૦૦ દર્દીઓ જીવ ગુમાવી બેઠા છે.


