By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પહેલીવાર ચીન પહોંચ્યા તાલિબાની નેતાઓ, અફઘાનિસ્તાનમાં રોકાણ કરશે ડ્રેગન!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પહેલીવાર ચીન પહોંચ્યા તાલિબાની નેતાઓ, અફઘાનિસ્તાનમાં રોકાણ કરશે ડ્રેગન!
GeneralInternational

પહેલીવાર ચીન પહોંચ્યા તાલિબાની નેતાઓ, અફઘાનિસ્તાનમાં રોકાણ કરશે ડ્રેગન!

HM News
Last updated: 28/07/2021 8:24 AM
HM News
4 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનના 90 ટકા વિસ્તારો પર કબજો કરવાનો દાવો કરનારા તાલિબાનનું પ્રતિનિધિમંડળ મુલ્લા અબ્દુલ ગની બરાદરના નેતૃત્વમાં ચીન પહોંચ્યું છે.અમેરિકન સેનાની વાપસી બાદ એવું પહેલીવાર છે જ્યારે તાલિબાની નેતા ચીન પહોંચ્યા છે.આ યાત્રા દરમિયાન તાલિબાની નેતાઓની ચીનની વિદેશ મંત્રી વાંગ યીની સાથે મુલાકાત થઈ.ચીન સાથેની તાલિબાનની આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે.

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેટલાક દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ચીફ ફૈઝ હામિદે પણ ચીન જઈને વાંગ યી સાથે મુલાકાત કરી હતી.તાલિબાને ચીનના શિંજિયાગ પ્રાંતથી અડીને આવેલા દેશના અડધાથી વધારે સરહદી વિસ્તાર પર કબજો કર્યો છે.ચીનને ડર સતાવી રહ્યો છે કે આતંકવાદી સંગઠન તેના શિંજિયાંગ પ્રાંતમાં ઘૂસણખોરી કરી શકે છે.

ચીને તાલિબાની નેતાઓને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓ તમામ આતંકવાદી સંગઠનો સાથે પોતાના સંબંધ સંપૂર્ણ રીતે ખત્મ કરે.આમાં અલકાયદા સમર્થિત ઉઇગર મુસ્લિમ આતંકવાદી સંગઠન ETIM પણ સામેલ છે,જે શિંજિયાંગ પ્રાંતની સ્વતંત્રતા માટે લડાઈ લડી રહ્યા છે.વાંગ યીએ થોડાક દિવસ પહેલા કહ્યું હતું કે, ગૃહયુદ્ધથી બચવું જોઇએ અને વાતચીતને ફરીથી શરૂ કરવી જોઇએ.વાંગ યીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેમણે રાષ્ટ્રીય એકતા માટે ઘણું કામ કર્યું છે.

તાલિબાનને આંતરરાષ્ટ્રીય દોસ્તોની જરૂર છે જે અફઘાન સરકારની વિરુદ્ધ યુદ્ધમાં તેની મદદ કરી શકે.જો કે તેના આતંકવાદી ઇતિહાસને જોતા આવું થતું જોવા નથી મળી રહ્યું.આ પહેલા તાલિબાને ચીનને દોસ્ત ગણાવીને તેને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો.તાલિબાને એ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના પુન:નિર્માણમાં ચીનના રોકાણ પર જલદીથી જલદી વાત કરવા ઇચ્છે છે. તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને ઉઇગર મુસ્લિમો પર ચીનનો સાથ આપતા કહ્યું કે, ચીન વિરોધી ઉઇગર આતંકવાદીઓને અમારા દેશમાં શરણ નહીં આપીએ

મહુવા વન વિભાગનો બીટ ગાર્ડ અને સો મિલ સંચાલક 180 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
શિવસેનાના ધારાસભ્યો ગુજરાત કેવી રીતે પહોંચ્યા? એકનાથ શિંદેના જૂથમાંથી ફરાર ધારાસભ્યએ કહી ઇનસાઇડ સ્ટોરી
BOYCOTT આદિપુરુષ વાઇરલ ટ્રેન્ડ : આ રાવણ છે કે ખિલજી? આદિપુરુષના ટીઝરને જોઈને ભડકયા ફેન્સ, VFX પર પણ ઉઠાવ્યા સવાલ
BIG NEWS : ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ સ્થગિત, ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાથીઓને માસ પ્રમોશન
ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1223 થી વધુ પોઝીટીવ કેસ અને 13 ના મોત, કુલ 2,25,304 કેસ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત કોર્ટે દાદી અને પૌત્રીનું કરાવ્યું મિલન, જેને નરાધમ પિતા બાળ આશ્રમમાં મૂકી આવ્યો હતો
Next Article ભાજપ નેતાની માતા અને દિકરાની કુલ્હાડીથી કાપીને કરાઇ હત્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up