કેન્દ્ર સરકાર પાંચ કરોડ સુધીના ટર્નઓવરવાળા કારોબારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. આવા કારોબારીઓને એપ્રિલથી જૂન ત્રિ–માસિકમાં તબક્કાવાર રીતે જીએસટી ચૂકવણામાં રાહત મળી શકે છે.
નાણા મંત્રાલય સાથે મળેલી બેઠક બાદ સૂમ, લઘુ અને મધ્યમ ઉધમી મંમાત્રલયે આ એકશન પ્લાન તૈયાર કર્યેા છે જેના ઉપર અંતિમ નિર્ણય નાણા મંત્રાલયની આગેવાનીમાં બનાવવામાં આવેલી ઈકોનોનિમક ટાસ્ક ફોર્સ લઈ રહી છે.
કારોબારીઓએ સરકાર સમક્ષ માગ કરી છે કે ઘટતા કારોબારને ધ્યાનમાં રાખી સરકાર છ માસ માટે જીએસટીમાંથી રાહત આપે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહત પેકેજ તરીકે વધુ રોજગાર આપનારા ઉધોગોને કર્મચારીઓના પગારનો એક હિસ્સો સરકાર તરફથી આપવામાં આવી શકે છે. સરકારની રણનીતિ છે કે આગલા નાણાકીય વર્ષની પહેલાં ત્રિ–માસિક એટલે કે જૂન સુધી જીએસટી ચૂકવણાને ટાળી દેવામાં આવે.