નવી દિલ્હી, તા. 10 માર્ચ 2022, ગુરૂવાર : ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ,ગોવા અને મણિપુરમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવશે.આ પાંચ રાજ્યોના પરિણામ પર સૌની નજર છે. આજે સાંજ સુધીમાં એ નક્કી થઈ જશે કે,આ રાજ્યોમાં કોની સરકાર બનશે અને કોની સરકાર સત્તામાંથી બહાર થશે.આ પાંચ રાજ્યોના પરિણામોમાં પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહ,અખિલેશ યાદવ,પપ્પુ યાદવ, માયાવતી,હરક સિંગ રાવત તથા હરિશ રાવત જેવા દિગ્ગજ નેતાઓની કિસ્મત આજે દાવ પર છે.આ પાંચ રાજ્યોના પરિણામ પરથી નક્કી થશે કે,આ એક સમયના દિગ્ગજ નેતાઓ પોતાની સરકાર બનાવશે કે,સત્તામાંથી બહાર થશે.

