હાલ કોરોનાના માહોલ વચ્ચે એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે.લોકકડાઉનના અમલ કરાવવા દરમ્યાન પાંડેસરા વિસ્તારમાં એક 11 વર્ષીય કિશોરને ફરજ પર હાજર એસઆરપી લોકડાઉનના ભંગ બદલ દાદાગીરીપૂર્વક ઉઠક બેઠક કરાવે છે.ત્યારબાદ રોફ ઝાડતાં આ કિશોરને લાકડી વડે દંડા ઝીકે છે.જે વિડિઓ હાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં શહેરમાં એક વિડિઓ વાયરલ થયો છે જેમાં પાંડેસરા વિસ્તારના એક પરપ્રાંતીય ગરીબ કિશોરને લોકડાઉનના ભંગ બદલ ફરજ પર તૈનાત એક એસઆરપી જવાન દ્વારા ઉઠક બેઠક કરાવ્યા બાદ દંડાવાળી કરવામાં આવે છે જેમાં આ કિશોરને ઘણીબધી વખત દંડા ઝીકાતાં તે એસઆપી જવાન પાસે કરગરી રહ્યો છે છતાં પણ ઊંચા આવજે ધમકાવી દંડવાળી ચાલુ જ રાખે છે.કોરોનાના આ માહોલમાં પોલીસ પ્રજાને ઘણા બધા પ્રકારે મદદરૂપ થઈ રહી છે પરંતુ આ વીડિઓ સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા આ જવાન સામે યુઝર્સ અને લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.જેમાં તેને સસ્પેન્ડ કરવાથી લઈ મુંબઈના પાલઘરમાં જે સાધુઓની હત્યા થઈ ત્યારે પણ લાચાર પોલીસ સાથે સરખાવી રહ્યા છે.આ વિડિઓ ખુબ જ ઝડપભેર શહેરભરમાં વાયરલ થતા અનેકે લોકોએ સોશ્યિલ મીડિયામાં મુક્યો છે.જેના પર અનેક લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે.હાલમાં આ કિશોર કોણ છે તે જાણી શકાયું નથી પણ જે પ્રકારે સ્ટેટે રિઝર્વ પોલિસના જવાને તેને ફટકાર્યો તેને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.તેને ઉઠક બેઠક કરાવી શિક્ષા આપવા સુધી વાત યોગ્ય છે પણ કિશોરને લાકડી વડે ફટકારતા લોકોમાં અન્ય સારા અને સરસ કામગીરી કરી રહેલા પોલસકર્મીઓની જે છાપ છે તેને પણ ઝાખપ લાગી હોવા સ્થિતી સર્જાય છે. એસઅઆરપી જવાન વિરુદ્ધ પગલાં ભરવા પણ સોશ્યિલ મીડિયામાં વાતો વહેતી થઈ છે.
કિશોરને બેરહમીપૂર્વક ફટકાર્યો
સુરતમાં લૉકડાઉન ઉપરાંત પાંચ પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં કર્ફ્યૂ ચાલી રહ્યો છે.આ દરમિયાન લિંબાયત વિસ્તારમાં આર્મીએ કર્ફ્યૂનો ભંગ કરવા બદલ બે લોકોને રોડ પર ગબડવાની સજા કરી હતી. જ્યારે પાંડેસરા વિસ્તારમાં એક પોલીસ જવાને કિશોરને માસ્ક ન પહેરવા અને લૉકડાઉનનો ભંગ કરવા બદલ બેરહમીપૂર્વક ફટકાર્યો હતો.હાલ સુરતના સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના સમગ્ર વિસ્તાર અને લિંબાયત પોલીસ સ્ટેશનની કમરૂનગર પોલીસ ચોકીના સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ અમલી છે. આ સમયે કેટલાક લોકો આ પરિસ્થિતિમાં કામ વગર બહાર નીકળતા હોય છે. જોકે, તંત્ર આ લોકો સામે કડકહાથ કામ લે છે. આવી ઘટનાના બે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.પ્રથમ ઘટનામાં લિંબાયતના કમરૂનગર ખાતે કર્ફ્યૂનો ભંગ કરાનારને આર્મીના જવાનો દ્વારા આકરી સજા આપવામાં આવી હતી. બે યુવાનોને રોડ પર ગબડાવીને લાઠીઓ ફટકારી હતી. બીજા વીડિયોમાં માસ્ક વગર લૉકડાઉમાં બહાર નીકળેલા કિશોરને પોલીસ લાકડીથી 11 થી 12 ફટકા મારે છે. આ વીડિયો મામલે પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.
આ મામલે પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટનું કહેવું છે કે,પોલીસને આવી કોઈ સત્તા આપવામાં આવી નથી.લોકો લૉકડાઉન કે કર્ફ્યૂનો ભંગ કરે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ નહીં કે તેમને બેરહમીપૂર્વક ફટકારવા જોઈએ. પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. સાથે જ તેમણે લોકોને પણ લૉકડાઉનનું પાલન કરીને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મદદરૂપ થવાની અપીલ કરી હતી.