સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં એક મિલમાં આજે વહેલી સવારે આગ ભડકી ઉઠી હતી.જોકે જોત જોતામાં આગ ફેલાયને પહેલા માળ સુધી પહોચી હતી.જેના લીધે મિલમાં કામ કરતા કારીગરોમાં નાસભાગ થઇ ગઈ હતી.ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા જીઆઇડીસી ખાતે મનીષ ડાઇંગ મિલમાં આજે વહેલી સવારે કામદારો કામ કરી રહ્યા હતા.તે સમયે મિલની ડપટિંગમા ઓવર હિટીંગ થતા આગ ભભુકી ઉઠી હતી.જોકે આગ ફેલાઇને ગ્રાઉન્ડ ફ્લોરમાં સેન્ટર મશીને લેપેટમાં લીધુ હતુ.જેથી વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડયો હતો.જોકે સેન્ટર મશીનમાં આગ લાગવાના લીધે મિલમાં કામ કરતા કારીગરો ગભરાઇ જઇને તરત બહાર નીકળી જતા ત્યાં નાસભાગ થઇ ગઇ હતી.કોલ મળતા ફાયર બ્રિગેડની ૮ ગાડી સાથે લાશ્કરો ધસી ગયા હતા.
ત્યારે આગ પહેલા માળ સુધી ફેલાઇ ગઇ હતી.સતત પાણીના છંટકાવ બાદ બે કલાકે આગ કાબૂમાં આવી હતી.આગમાં મશીન,માલસામાનને નુક્સાન થયું હતું કોઇને ઇજા થઇ નહોતી એમ ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું.


