રાજકોટ ; પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો વિરોધ કરવામાં આવ્યો હતો.રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે બિલાવલ ભુટ્ટોનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તો સાથો સાથ બિલાવલ ભુટ્ટો અંગે ના પોસ્ટર દર્શાવી તેમાં નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
બિલાવલ ભુટ્ટોની વિવાદિત ટિપ્પણી
PM મોદી વિશે આપત્તિ જનક નિવેદન આપતાં બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે,પણ ગુજરાતનો કસાઈ હજી પણ જીવતો છે.ભુટ્ટોએ આ વાત ભારતે પાકિસ્તાનને ‘આતંકવાદનું કેન્દ્ર’ ગણાવવા પર પ્રતિક્રિયા આપતા કહી હતી.
દેશભરમાં થશે બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ પ્રદર્શન
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની પીએમ મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપ આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.તમામ રાજ્યોમાં ભાજપના કાર્યકરો પાકિસ્તાન સાથે બિલાવલનું પૂતળું બાળશે.ભાજપનું કહેવું છે કે આ ટિપ્પણીનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની ઘટતી અર્થવ્યવસ્થા,અરાજકતા,સૈન્યમાં મતભેદ અને બગડતા વૈશ્વિક સંબંધોથી વિશ્વને વાળવા અને ગેરમાર્ગે દોરવાનો છે.