પાકિસ્તાનના સિંધ પ્રાંતના સીએમે દિવાળીની જગ્યાએ હોળીની શુભેચ્છા પાઠવી ફજેતો કર્યો

HM News
1 Min Read

નવી દિલ્હી,તા.5.નવેમ્બર : પ્રકાશના પર્વ દિવાળીની આખી દુનિયામાં ઉજવણી થઈ છે ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના મુખ્યમંત્રીએ દિવાળીની જગ્યાએ હોળીની શુભકામનાઓ પાઠવીને ફજેતો કર્યો હતો.એ પછી સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરવા માંડ્યા હતા અને આખરે તેમણે પોતાની આ પોસ્ટ ડિલિટ કરી નાંખી હતી.સિંધના સીએમ મુરાદ અલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળીની શુભેચ્છા પાઠવી હતી.

જેના પર પાકિસ્તાનના જ એક પત્રકાર મુર્તજા સોલાંગીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી વધારે હિન્દુઓ રહે છે અને કેટલાક વિસ્તારો હિન્દુ બહુમતી વાળા છે.દુખની વાત છે કે, સિંધના સીએમ અને તેમના સ્ટાફને દિવાળી અને હોળી વચ્ચેના તફાવતની ખબર નથી.આ બહુ દુખદ વાત છે.તેમણે એમ પણ કહ્યુ હતુ કે ,સીએમે માફી માંગવાની તસ્દી લીધી નહોતી અને ટ્વિટ ડિલિટ કરી નાંખ્યુ હતુ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *