ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ઘરની છત ઉપર ઇઝરાયલનો રાષ્ટ્રધ્વજ ફરકાવાના મામલે સિયાલકોટના પનવાના રહેવાસી મુઝમ્મીલ અલી અંબુ અને તેના પિતાની દેશનો કાયદો ભંગ કરવા બદલ ધરપકડ કરાઇ છે.ઇઝરાયલનો ઝંડો ફરકાવાનું કોઇ કારણ ન આપી શકાતા પિતા-પુત્રને પાકિસ્તાનના દુશ્મન દેશનો ઝંડો ફરકાવી દેશની સંપ્રભુતાના ઉલ્લંઘન હેઠળ ૧૦ વર્ષની જેલ સજા થઇ શકે છે.