ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં જુગાર રમવાના આરોપમાં એક ગધેડાની ધરપકડડ કરવામાં આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે,પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન વિસ્તારમાં શનિવારે પોલીસે ગધેડાની ધરપકડ કરી હતી.ગધેડાની સાથે અન્ય આઠ સંદિગ્ધ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
રહીમ યાર ખાન વિસ્તારના એસએચઓએ જણાવ્યું કે,અન્ય આઠ સંદિગ્ધની સાથે ગધેડાનું નામ પણ એફઆઈઆરમાં દાખલ હતું.આરોપી ગધેડાને પોલીસ સ્ટેશનની બહાર બાંધી દેવામાં આવ્યો છે.પોલીસે સંદિગ્ધ જુગારીઓ પાસેથી 1 લાખ 20 હજાર રૂપિયા જપ્ત કર્યા છે.આ જુગારીઓ ગધેડાની રેસમાં જુગાર રમી રહ્યા હતા.પોલીસની કાર્યવાહી પર વિસ્તારમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.