સિંધ અને પંજાબ પ્રાંતમાં હાલત ખુબ ખરાબ : દરરોજ નવા કેસો સપાટીએ : ઉચ્ચ સ્તરે બેઠકોની માંગણી
ઇસ્લામાબાદ, તા. ૨૪ : પાકિસ્તાનમાં કોરોના વાયરસથી પીડિત અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૯૦૩થી ઉપર પહોંચી ચુકી છે જેના પરિણામ સ્વરુપે સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે.પાકિસ્તાનના સિંધમાં સૌથી કફોડી હાલત થઇ છે.પંજાબ પ્રાંતમાં પણ હાલત કફોડી બનેલી છે.આ સંદર્ભમાં બેઠક યોજવાની માંગ ઉઠી રહી છે.મંગળવારના દિવસે ૧૬ નવા કેસો અકિલા પાકિસ્તાનમાં સપાટી ઉપર આવ્યા હતા.આની સાથે જ લોકોની સંખ્યા સતત વધી રહી છે.આ સંદર્ભમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સતત પલગા લઇ રહ્યા છે.વિપક્ષે પણ વડાપ્રધાન સાથે ચર્ચાની માંગ કરી છે. અકીલા પંજાબના ૧૭૬ કેસ જાયરિનના છે જ્યાં લોકો પાકિસ્તાન-ઇરાન બોર્ડરથી પહોંચ્યા હતા.લાહોરમાં ૫૯,રાવલપિંડીમાં ૧૨ અને અન્ય વિસ્તારોમાં જુદા જુદા કેસો નોંધાયેલા છે.વિપક્ષના નેતા શાહબાઝ શરીફે વડાપ્રધાન ઇમરાન ખાનને અપીલ કરી છે કે,કાઉન્સિલ ઓફ કોમન ઇન્ટરેસ્ટની મિટિંગ બોલાવવાની જરૂર છે.કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા કરવાની જરૂર દેખાઈ રહી છે.સિંધમાં હાલત સૌથી ખરાબ થયેલી છે.કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૦૦થી ઉપર પહોંચી ચુકી છે.સિંધમાં મોટાભાગે લોકડાઉનની સ્થિતિ જાહેર થઇ ચુકી છે.બલુચિસ્તાનમાં ૧૧૦, કાશ્મીર-ગિલગિટમાં ૮૧, પખ્તુનખ્વામાં ૩૮ અને ઇસ્લામાબાદમાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયા છે.આંકડા પર નજર કરવામાં આવે તો વિશ્વના દેશોની સાથે સાથે પાકિસ્તાનમાં પણ કોરોનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.પાકિસ્તાનમાં ૩૧મી માર્ચ સુધી ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે.લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.વિશ્વના અન્ય દેશોની જેમ જ પાકિસ્તાનમાં પણ સાવચેતીરુપે પગલા લેવાઈ રહ્યા છે.એક્ટિવ કેસોની સંખ્યા ૮૫૬ નોંધાયેલા છે.મોતનો આંકડો પણ સાત સુધી પહોંચી ચુક્યો છે.આગામી દિવસોમાં કોરોના તેના આતંકને ફેલાવે તેવી શક્યતા દેખાઈ રહી છે.સ્થિતિ વણસે તે પહેલા જ કોઇપણ પ્રકારની દુવિધા ન રહે તે માટે વિવિધ પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે.સૌથી વધુ કફોડી હાલત સિંધ અને પંજાબ પ્રાંતમાં છે.વડાપ્રધાન ઇમરાન ખાનની નબળી સરકારના પરિણામ સ્વરુપે કોરોના વાયરસે પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.પમંગળવારના દિવસે ૧૬ નવા કેસો પાકિસ્તાનમાં સપાટી ઉપર આવ્યા હતા. આ સંદર્ભમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સતત પલગા લઇ રહ્યા છે.
સમગ્ર પાકિસ્તાનમાં કોરોના કહેર નીચે મુજબ છે.
કુલ કેસો ૮૭૫ મોતનો આંકડો ૦૬ રિકવર લોકોની સંખ્યા ૧૩ એક્ટિવ કેસોની સંખ્યા ૮૫૬ ગંભીર કેસોની સંખ્યા ૦૭


