ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારની બનતી ઘટનાઓમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે અને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભગવાન કૃષ્ણના મંદિરના પાયા કટ્ટરવાદીઓએ ઉખાડી ફેંક્યા છે.
ઈસ્લામાબાદમાં બનનારા આ કૃષ્ણ મંદિરનો શિલાન્યાસ થોડા સમય પહેલાં જ થયો હતો.ઈમરાન ખાને એ વખતે મોટા ઉપાડે આ મંદિરને મદદની જાહેરાત કરી હતી પણ મંદિરના પાયા કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખતાં ખળભળાટ મચ્યો છે.આ મંદિરનું નિર્માણ પાકિસ્તા સરકારનું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું.
વડાપ્રધાન ઇમરાને મંદિરનિર્માણ માટે 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી,જેનો ઘણી કટ્ટરવાદી ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કર્યો હતો. તેમણે મંદિરને ઇસ્લામવિરોધી ગણાવ્યું છે.જામિયા અશર્ફિયાના મુફ્તી જિયાઉદ્દીને ફતવો જારી કરીને કહ્યું હતું કે બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ બનાવવા સરકારી નાણા ખર્ચ ન કરી શકાય.
આ મંદિરના નિર્માણ સામે મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ ફતવો જારી કર્યો હતો,જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનું નક્કી કર્યું છે.
પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે,ધાર્મિક પાસાં ચકાસ્યા બાદ મંદિરનિર્માણ અંગે નિર્ણય લેવાશે. આ મંદિર 20 હજાર સ્ક્વેર ફૂટમાં બનવાનું છે.મંદિરનું નિર્માણ છેલ્લાં 3 વર્ષથી અટકેલું હતું.થોડાં દિવસ અગાઉ જ મંદિરનો શિલાન્યાસ થયો હતો.પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બની રહેલા કૃષ્ણ મંદિરનો પાયો કેટલાક મઝહબી જૂથો દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. ઇમરાન સરકારે કટ્ટરપંથીઓના ફતવા આગળ ઘૂંટણ ટેકવીને મંદિર નિર્માણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મંદિરનું નિર્માણ પાકિસ્તાનના કેપિટલ રિડેવલપમેન્ટ ઓથોરિટી કરી રહી છે.પાકિસ્તાન સરકારે હવે મંદિરના સંબંધમાં ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનો નિર્ણય કર્યો છે. ઇસ્લામાબાદમાં હિંદુ મંદિર મુદ્દે બબાલ શરૂ થઈ છે.થોડાક દિવસ પહેલાં જ આ મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો.
૨૦ હજાર ચોરસ ફૂટમાં બની રહ્યું છે મંદિર
ભગવાન કૃષ્ણનું આ મંદિર ઇસ્લામાબાદના H-૯ વિસ્તારમાં ૨૦ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવાઈ રહ્યું છે. પાકિસ્તાનના માનવાધિકાર સંસદીય સચિવ લાલચંદ્ર માલ્હીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. તે પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે ૧૯૪૭ પહેલાં ઇસ્લામાબાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઘણા મંદિરો હતાં તેમાં સેદપુર ગામ અને રાવલ સરોવર પાસેના મંદિર પણ સામેલ છે. જોકે પાછળથી તેની કોઈ સારસંભાળ લેવામાં આવી નહોતી. મઝહબી શિક્ષણ આપનાર સંસ્થાન જામિયા અર્શિફયાએ જણાવ્યું હતું કે ગેરમુસ્લિમો માટે મંદિર કે બીજા કોઈ ધાર્મિક સ્થળ બનાવવા માટે સરકારી પૈસાનો ઉપયોગ ન કરી શકાય.