નવી િદલ્હી : ઘણા દિવસોના વિલંબ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફના પ્રધાનમંડળનો મંગળવારે શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.જોકે આમ પણ વિવાદ થયો હતો.પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ શપથગ્રહણ સમારંભમાં હાજરી આપવાનો ફરી ઇન્કાર કર્યો હતો, તેથી સેનેટના અધ્યક્ષ સાદીક સંજરાનીએ 34 પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા.કેબિનેટમાં બ્યૂટી વીથ બ્રેઇન ગણાતી હિના રબ્બાની ખારનો સમાવેશ કરવામાં આવ્યો છે.શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)માંથી 13 પ્રધાનો બનાવવામાં આવ્યા છે, જ્યારે બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)માંથી નવ પ્રધાનો બનાવવામાં આવ્યા છે.જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલની પાર્ટીમાંથી ચાર અને એમક્યુએમ-પીમાંથી બે પ્રધાનો બનાવાયા છે.પીપીપીના વડા બિલાવલ ભુટ્ટોએ શપથ લીધા નથી. બિલાવલને વિદેશ પ્રધાન બનાવાય તેવી અટકળો છે.સૂત્રોના મતે બિલાવલ કેબિનેટના વિસ્તરણ થાય ત્યારે શપથ લેશે.પ્રધાનમંડળમાં પાંચ મહિલા પ્રધાનો છે, જેમાં મરિયમ ઓરંગઝેબ, શેરી રહેમાન, શાઝિયા મેરી, ઐશા પાશા અને હિના રબ્બાની ખારનો સમાવેશ થાય છે.
હિના રબ્બાની ખારને વિદેશ રાજ્યમંત્રી બનાવાયા
કેબિનેટમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ક્વોટામાંથી હિના રબ્બાની ખારને વિદેશ રાજ્યપ્રધાન બનાવામાં આવ્યા છે.પ્રધાનમંડળમાં હિના રબ્બાનીનો સમાવેશ ચોંકાવનારો નથી.44 વર્ષની હિના રબ્બાનીને બ્યૂટી વીથ બ્રેઇન ગણવામાં આવે છે.અમીર પરિવારમાંથી આવતી હિના 2011માં પાકિસ્તાનની સૌથી યુવાન અને પ્રથમ મહિલા વિદેશપ્રધાન બની હતી.તે બે બાળકોની માત છે અને પતિનું નામ ફિરોજ ગુલઝાર છે.2012માં બિલાવલ અને હિનાની અફેરની વાતો હેડલાઇન બની હતી.