ઇસ્લામાબાદ : પાકિસ્તાન મહિલા સીમા હૈદર અને ગ્રેટર નોએડાના સચિનની લવ સ્ટોરી હાલના દિવસોમાં ભારતથી માંડીને પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બનેલો છે.ચાર બાળકોથી માંડીને સીમાના ભારત આવ્યા બાદ પાકિસ્તાની ડાકુઓ રાનો શારે ધમકી આપી હતી કે જો સીમા હૈદરને પાકિસ્તાન પરત ન મોકલવામાં આવી તો પાકિસ્તાનમાં મંદિરો પર હુમલો કરશે.ત્યાર બાદ પાકિસ્તાનમાં રવિવારે હિન્દુઓના મંદિર પર હુમલો થયો છે.
પાકિસ્તાની સમાચાર ચેનલ DAWN ના એક રિપોર્ટ અનુસાર ડાકુઓના એક જુથે રવિવારે સિંઘના કાશમોરમાં એક મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો.હુમલાખોરોએ ગૌસપુર પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં એક પુજા સ્થળ અને આસપાસના સમુદાયના ઘરો પર હુમલો કર્યો.તેમણે ન માત્ર મંદિરને નિશાન બનાવ્યું પરંતુ અંધાધુંધ ગોળીબાર કર્યો.ત્યાર બાદ કાશ્મોર કંધકોટથી એસએસપી ઇરફાન સૈમ્મોના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટના સ્થળ પર પહોંચી.અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદર પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતની જ રહેવાસી છે.
મંદિર પર રોકેટ છોડવામાં આવ્યા
પોલીસ અધિકારીએ કહ્યું કે, ડાકુઓએ પુજા સ્થળ પર પર રોકેટથી હુમલો કર્યો હતો.જો કે હુમલાના સમયે મંદિર બંધ હતું. અધિકારીએ કહ્યું કે, આ બાગડી સમુદાય દ્વારા સંચાલિક ધાર્મિક સેવાઓ માટે પ્રતિવર્ષ ખુલે છે.અધિકારીએ કહ્યું કે, હુમલા બાદ શંકાસ્પદ ઘટના સ્થળેથી ભાગી ગયો અને તેને પકડવા માટે પોલીસ આ વિસ્તારનાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.એસએસપી સૈમ્મોને કહ્યું કે, આઠથી નવ બંધુકધારી હતા,જેને નદી વિસ્તારમાં ટ્રેક કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ બાગડી સમુદાયના સભ્ય ડૉ.સુરેશે કહ્યું કે, ડાકુઓ દ્વારા રોકેટથી જાનમાલનું કોઇ નુકસાન નથી થયું.તેમણે પોલીસને સમુદાયની સુરક્ષા કરવાની અપીલ કરતા કહ્યું કે, આ ઘટનાને કારણે લોકો દહેશતમાં છે.