– દેશભરથી લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે
– રામ મંદિરની પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ખુબ જ ટૂંક સમયમાં શરુ થશે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા દેશભરથી લોકો અયોધ્યા પહોંચ્યા છે.એવામાં બોલિવુડ સિલેબ્સ ઉપરાંત ક્રિકેટરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.એવામાં પાકિસ્તાની ક્રિકેટર પણ આ અવસરની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
પાકિસ્તાની ક્રિકેટરે કર્યો વીડિયો પોસ્ટ
પાકિસ્તાની હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે,જેમાં લોકો રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ખુશી માનવતા જોવા મળે છે.જેમાં બેકગ્રાઉન્ડમાં ભગવાન રામના ભજન સંભળાય છે,આતિશબાજી થઇ રહી છે.તેમજ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા પણ જોવા મળી રહ્યા છે.લોકો તેમનું સન્માન પણ કરી રહ્યા છે.આ વીડિયો પોસ્ટ કરતા તેમને જય શ્રી રામ પણ લખ્યું હતું.
Jai Shree Ram 🙏🙏❤️❤️ pic.twitter.com/vcowGg8fYj
— Danish Kaneria (@DanishKaneria61) January 22, 2024
ક્રિકેટર કેશવ મહારાજનો વીડિયો વાયરલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવશે.આ દરમિયાન સાઉથ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં કેશવ મહારાજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શુભકામનાઓ આપી રહ્યો છે.
Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024
ક્રિકેટરોને પણ આપવામાં આવ્યું છે આમંત્રણ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે ભારતીય ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.તેમાં ભાગ લેવા માટે વિરાટ કોહલી અયોધ્યા પહોંચી ગયો છે.હરભજન સિંહે કહ્યું છે કે તે ચોક્કસપણે અયોધ્યા જશે.હજુ ઘણા ક્રિકેટરો અહીં પહોંચે તેવી શક્યતા છે.