-ડિફેન્સ અધિકારીઓ સાથે બિઝનેસમેનના સ્વાંગમાં મળતા હતા, ISI કનેક્શનના પૂરાવા મળ્યા
નવી દિલ્હી : હાલમાં પાકિસ્તાની હાઇ કમિશનમાં તૈનાત જાસૂસોનો એક વીડિયો દેશમાં ઝડપથી વાયરસ થઇ રહ્યો છે.આ વીડિયોમાં એક પાકિસ્તાની ગુપ્તચર કેટલાક લોકો સાથે જોવા મળી રહ્યો છે.જોકે આ વીડિયો લોકડાઉન પહેલાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આ જાસૂસ બિઝનેસમેનનુ રુપ ધારણ કરીને લોકોને મળી રહ્યો છે.ખાસ,બાબત એ છે કે આ પાકિસ્તાની જાસૂસો પર ભારતીય એજન્સીઓ લાંબા સમયથી નજર રાખી રહી હતી અને તેઓને ભારતમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.બંને જાસૂસોને 24 કલાકની અંદર દેશ છોડી દેવાની ચેતવણી આપવામાં આવી હતી.
સોમવારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તેમની વાઘા બોર્ડર થકી વતન વાપસીની ખાતરી આપી હતી.
પાકિસ્તાની ઉચ્ચાયોગમાં તૈનાત આ બંને પાકિસ્તાની જાસૂસોને ભારતમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે,તેઓ ઘણા ડિફેન્સ અધિકારીઓના મળી ચૂક્યા હોવાના અહેવાલ છે.તપાસમાં ખુલાસો થયો છે કે,બિઝનેસમને બનીને તેઓ અધિકારી સાથે મુલાકાત કરતા આવ્યા હતા અને તેમની પાસેથી માહિતી મેળવી પાકિસ્તાની ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ સુધી પહોંચાડતા હતા. ISI સાથેના તેમના કનેક્શનનના પૂરાવા પણ ભારત સરકારને હાથ લાગ્યા છે. કરોલ બાગની એક રેસ્ટોરેન્ટમાંથી હાઇ કમિશનના બે સ્ટાફ આબિદ હુસેન અને તાહિર ખાન સાથે ડ્રાઇવર જાવેદને પણ ઝડપી લેવાયો હતો.આ ત્રણે પાકિસ્તાની હતા.
આ પાકિસ્તાની જાસૂસો વિરુદ્ધ ઓફિશિયલ્સ સિક્રેટ્સ એક્ટ હેઠળ એફઆરઆઇ કરવામાં આવી હતી.ભારતે પાકિસ્તાની હાઇ કમિશનના બે સ્ટાફને પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યા હતા અને 24 કલાકમાં ભારત બહાર નીકળી જવા ચેતવ્યા હતા.

