પાકિસ્તાન ગરીબ દેશ છે, અમને સહાય ઉપરાંત દેવામાં રાહત આપોઃ ઇમરાન ખાન
કરાંચી તા.ર૩ : દુનિયામાં કોરોના વાઇરસનો પ્રકોપ વધતો જ જાય છે અને દુનિયાના મોટા ભાગના દેશો કોરોના વાઇરસની લપેટમાં આવી ચુકયા છે. પાકિસ્તાન પણ કોરોના વાઇરસથી પ્રભાવિત છે ત્યારે પાકિસ્તાને આ રોગચાળાનો ઉપયોગ પણ પોતાના ફાયદા માટે કરવાનો દાવ ખેલ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કોરોના વાઇરસથી પ્રભાવિત અકિલા દેશ હોવાના નાતે ચપણિયું લઇને નીકળ્યા છે અને દુનિયા પાસે ભીખ માગી રહ્યા છે.ઇમરાન ખાને દુનિયાની મોટી નાણાસંસ્થાઓ તથા મોટા દેશોને વિનંતી કરી છે કે પાકિસ્તાન ગરીબ દેશ છે.તેથી અમને સહાય ઉપરાંત દેવામાં અકીલા રાહત આપવી જોઇએ.વડા પ્રધાન ઇમરાન ખાન બાદ વિદેશમંત્રી શાહ મહમદ કુરૈશીએ પણ પાકિસ્તાન પરના બાહ્ય દેવામાં રાહતની માગ કરી છે.પાકિસ્તાનની ટીવી ચેનલ ‘ડોન ન્યુઝ’ સાથેની વાતચીતમાં કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન જેવા ગરીબ દેશ માટે કોરોના વાઇરસ સામે લડાઇ લડવી સરળ વાત નથી.અત્યારે દેશ પર વિદેશી દેવું વધારે છે ત્યારે અમે ઇચ્છીએ છીએ કે દુનિયાના મોટા દેશો અને નાણાકીય સંસ્થા આ વખતે અમારી મદદ માટે આગળ આવશે.અમારા માટે થોડી દેવા માફી કરવામાં આવે અને વ્યાજમાં રાહત આપવામાં આવે.કુરૈશીએ શનિવારે જર્મની વિદેશ મંત્રી હેઇકો મેસ સાથે વાચીત કરી હતી.શનિવાર સાંજ સુધી પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કુલ ૬પ૩ કેસ બહાર આવ્યા છે અને ત્રણ લોકોના મોત થઇ ગયા છે.
પાકિસ્તાન કોરોના વાઇરસના બહાને પણ ભીખ માગવા નીકળ્યું
Leave a Comment