– જાણીતી અભિનેત્રીઓને સૈન્યના અધિકારીઓ આઇએસઆઇની ગુપ્ત ઓફિસે બોલાવતા
– અભિનેત્રીઓને નેતાઓ પાસે મોકલાતી, વીડિયો બનાવી નેતાઓને સૈન્ય પોતાના ઇશારાઓ ઉપર નચાવતું હતું : પાક. સૈન્યના પૂર્વ મેજર આદિલ રાજા
– અભિનેત્રીઓના નામ એમ એચ, એમ કે, કે કે, એસ એ : મેજર આદિલ રાજાના ઘટસ્ફોટ બાદ પાકિસ્તાનમાં હોબાળો, સૈન્યની પોલ ખુલી
– લોકોએ અભિનેત્રીઓના પુરા નામ શોધી ટ્રોલ કરી, આદિલ રાજા પુરાવા આપે નહીં તો કાયદેસર કાર્યવાહીની અભિનેત્રીઓની ચીમકી
ઇસ્લામાબાદ : આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓને મદદ કરનારુ પાકિસ્તાન સૈન્ય અગાઉ જ બદનામ છે ત્યારે હવે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે.પાકિસ્તાની સૈન્યના જ પૂર્વ મેજરે એક વીડિયો જાહેર કરીને આ ઘટસ્ફોટ કર્યો છે,પોતાના ઘુલાસામાં આ પૂર્વ મેજરે કહ્યું છે કે પાકિસ્તાની સૈન્યના પૂર્વ વડા કમર જાવેદ બાજવા અને અન્ય સૈન્ય અધિકારીઓ અભિનેત્રીઓને પોતાની પાસે બોલાવીને શારીરિક સંબંધ બાંધતા હતા,એટલુ જ નહીં આ અભિનેત્રીઓનો ઉપયોગ બાદમાં મોટા રાજનેતાઓને ફસાવવા માટે હનીટ્રેપ માટે કરતા હતા.આ ઘટસ્ફોટ બાદ પાકિસ્તાનના રાજકારણ,સૈન્ય અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા જાગી છે.કેમ કે આ આરોપ ખુદ પાક. સૈન્યના જ એક પૂર્વ મેજર દ્વારા લગાવવામાં આવ્યા છે.
લંડનમાં રહેતા પાકિસ્તાની સૈન્યના પૂર્વ મેજર આદિલ રાજાએ એક વીડિયો જાહેર કર્યો હતો.જેમાં તેમણે કહ્યું હતું કે ગત નવેમ્બરમાં પાક. સૈન્ય વડાના પદેથી નિવૃત્ત થયેલી કમર જાવેદ બાજવા અને સૈન્યના ટોચના અધિકારીઓ ટોચની અભિનેત્રીઓ અને મોડેલને આઇએસઆઇ એજન્સીના મુખ્યાલય પર બોલાવતા હતા,જ્યાં તેઓ આ અભિનેત્રીઓની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા.બાદમાં તેનો ઉપયોગ રાજનેતાઓને હનીટ્રેપમાં ફસાવવા માટે કરતા હતા.આ અભિનેત્રીઓને સૈન્યના અધિકારીઓ બાદમાં રાજનેતાઓની પાસે મોકલતા હતા અને તેની સાથે પણ સંબંધ બંધાવતા હતા,જે દરમિયાન તેના વીડિયો બનાવી લેવામાં આવતા હતા અને પછી આ નેતાઓને ધમકી આપવામાં આવતી હતી અને પોતાના ઇશારાઓ ઉપર સૈન્ય નચાવતું હતું. કે જેથી સૈન્ય પોતાની મરજીથી પાકિસ્તાનને ચલાવી શકે.પાક. સૈન્યના પૂર્વ મેજર આદિલ રાજાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે અને હવે પાક.ના સૈન્ય,રાજનેતાઓ અને અભિનેત્રીઓ ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે.આદિલ રાજાએ આ અભિનેત્રીઓના પુરા નામ તો જાહેર નથી કર્યા પણ તેણે કેટલાક સંકેતો આપ્યા હતા અને માત્ર બે અક્ષર વાળા નામ જાહેર કર્યા હતા.
આદિલ રાજાએ જે અભિનેત્રીઓના નામ જાહેર કર્યા છે તે એમ એચ., એમ કે., કે કે., એસ એ. છે.આ શોર્ટ નામને લોકોએ પાકિસ્તાનની અભિનેત્રીઓના નામો સાથે જોડી દીધા અને તેમની તસવીરો સાથે વીડિયોને એડિટ કરીને પછી વાઇરલ કરી દીધો હતો.જે અભિનેત્રીઓની તસવીરો સાથે આદિલ રાજાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે તે અભિનેત્રીઓના નામ મેહવિશ હયાત (એમ એચ), માહિરા ખાન (એમ કે), કુબ્રા ખાન (કેકે) અને સજલ અલી (એસ એ) છે.આ ખુલાસા બાદ અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ હતી,જેથી તેમણે પોતાનો બચાવ કર્યો હતો.અભિનેત્રી સજલ અલીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે બહુ જ દુ:ખની વાત છે કે પાકિસ્તાન હવે નૈતિક રુપે નાશ પામી રહ્યો છે અને કોઇ પણ યુવતીના ચરિત્ર પર સવાલ ઉઠાવવો સામાન્ય વાત બનતી જાય છે.
જ્યારે અભિનેત્રી કુબ્રા ખાને કહ્યું હતું કે આદિલ રાજા જે દાવા કરી રહ્યા છે તેના પુરાવા રજુ કરે.જો તેઓ પુરાવા ના રજુ કરી શકે તો ત્રણ દિવસમાં હું આ પૂર્વ સૈન્ય અધિકારી આદિલ રાજાની સામે કાયદાકીય પગલા લઇશ. બાદમાં અભિનેત્રીઓના બચાવનો પણ વીડિયો જાહેર કરનારા આદિલ રાજાએ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે મે કોઇ પણ અભિનેત્રીના નામ નથી લીધા,જે પણ ટુકા નામ આપ્યા છે તે કોઇ પણ દેશની અભિનેત્રીના હોઇ શકે છે.જોકે આદિલે જે વીડિયો જાહેર કર્યો હતો તેમાં પાક. સૈન્યના પૂર્વ વડા બાજવા અને નિવૃત્ત જનરલ ફૈઝ હામીદનું નામ લખ્યું હતું.જેથી હાલ અભિનેત્રીઓ પર તો સવાલો ઉઠી રહ્યા છે અને તેઓ પોતાનો બચાવો પણ કરી રહી છે જ્યારે સૈન્યના ટોચના વડાઓ અને આ અધિકારીઓ હજુસુધી મૌન ધારણ કરીને બેઠા છે.


