By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાખંડી સંત પ્રશાંતે ધો.10 ની વિદ્યાર્થીની ઉપર રેપ કરતા પહેલા પોતે પણ દવા નું સેવન કર્યું હોવાની વાત બહાર આવી, પોલીસ આ મામલે કરશે તપાસ , કઈ દવા વાપરતો હતો ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > પાખંડી સંત પ્રશાંતે ધો.10 ની વિદ્યાર્થીની ઉપર રેપ કરતા પહેલા પોતે પણ દવા નું સેવન કર્યું હોવાની વાત બહાર આવી, પોલીસ આ મામલે કરશે તપાસ , કઈ દવા વાપરતો હતો ?
GeneralVadodara

પાખંડી સંત પ્રશાંતે ધો.10 ની વિદ્યાર્થીની ઉપર રેપ કરતા પહેલા પોતે પણ દવા નું સેવન કર્યું હોવાની વાત બહાર આવી, પોલીસ આ મામલે કરશે તપાસ , કઈ દવા વાપરતો હતો ?

HM News
Last updated: 07/11/2020 7:05 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર વડોદરા શહેરમાં કિશોરી દુષ્કર્મ કેસના આરોપી પાખંડી સંત પ્રશાંત ઉપાધ્યાયે કિશોરી પર દુષ્કર્મ પહેલાં તેને માઉથ ફ્રેશનર તરીકે ટેબ્લેટ આપી હતી અને ત્યાર બાદ કિશોરી બેભાન થઈ હતી તેમજ પ્રશાંતે પણ દવાનું સેવન કર્યું હતું.પોલીસ આરોપી પ્રશાંતના રિમાન્ડ મેળવ્યા બાદ તેણે કઈ દવાનું સેવન કર્યું હતું એ અંગે તેની પૂછપરછ કરશે.પ્રશાંત ઉપાધ્યાય પોતે ડોક્ટર હોવાનો દાવો કરતો હતો.ખરેખર તે ડોક્ટર છે કે પછી બીજા કોઈ પાસેથી દવા લાવતો હતો એની પોલીસ તપાસ કરશે.વડોદરાના બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે તેની શુક્રવારે ધરપકડ કરી હતી અને આજે ગોત્રી પોલીસ તેને વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે. કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પિતા વારસિયા બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિર અવારનવાર દર્શન કરવા જતા હતા અને સત્સંગમાં પ્રશાંત ઉપાધ્યાયથી પ્રભાવિત થયા હતા ત્યાર પછી તે અને તેનો પરિવાર પણ વારસિયા મંદિરમાં જતાં હતાં.પ્રશાંતે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે,માઉથ ફ્રેશનરની ગોળી ખાઈ લે,એમ કહીને કોઈ ગોળી આપતાં તેણે ખાધી હતી અને ત્યાર બાદ તેને ઘેન ચડ્યું હતું અને ત્યાર પછી પ્રશાંતે તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં અને બે વખત દુષ્કર્મ કર્યું હતું.ત્યાર પછી કોઈને આ વાત નહીં કરવાની તેવી ધમકી આપી હતી.ત્યાર બાદ તેને વિડિયો વાઇરલ કરવાની પણ ધમકી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંતની સેવિકા દિશા પણ પકડાઈ ચુકી છે અને તેણે પણ અનેક ખુલાસા કર્યા છે અને પોતે પણ પ્રશાંત ના શોષણ નો ભોગ બની હોવાની જણાવી ચુકી છે અને પ્રશાંતના અનેક રંગીન મિજાજી વીડિયો પણ બહાર આવી રહ્યા છે ત્યારે કહેવાતા સંતની આડમાં તેની રંગીન લીલાઓ નો પર્દાફાશ થતા લોકો માં આવા ઈસમો ની હરકત થી આઘાતની લાગણી જન્મી છે.

હવે પોલેન્ડની ‘સીમા’ પ્રેમ માટે દેશ છોડી પહોંચી ઝારખંડ, વિદેશી ‘વહુ’ જોવા ગામમાં કૂતુહલ
વિધર્મી યુવકે હિન્દૂ સમાજની લાગણી દુભાઈ એવું શોશયલ મીડિયામાં સ્ટેટ્સ મુક્તા પોલીસ ફરિયાદ
ઉ. ભારત ભીષણ ગરમીમાં શેકાયું દિલ્હી-યુપીમાં પારો 49 ડિગ્રી પાર
ભારતે ચીનને પાઠ ભણાવવા લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં મોટા બદલાવ : પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા
Share This Article
Facebook Email Print
Previous Article કાપડબજારમાં અચાનક આવી તેજી, જાણો કયો છે તેનો મોટો પુરાવો
Next Article નવસારીના તાંત્રિકે વિધિના નામે બે બહેનોને કપડાં ઉતારી શરીરસુખ માણ્યું,અને બનાવી દીધી ગર્ભવતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up