By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા
GeneralSouth Gujarat

પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા

HM News
Last updated: 22/04/2022 6:29 AM
HM News
3 years ago
Share
SHARE

પાટણ : એપ્રિલ માસની શરૂઆત થતાંની સાથે જ બારમાસી ખાદ્યપદાર્થોની ચીજવસ્તુઓ ભરવાની સીઝનની શરૂઆત થઈ જાય છે.ખાસ કરીને ચૈત્ર માસના પ્રારંભે જ મરી મસાલા સહિત કઠોળ, ચોખા અને ઘઉં ભરવાનો પ્રારંભ થઈ જતો હોય છે.જેને લઈ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ખાતે ઘઉંની મબલખ આવકો જોવા મળી રહી છે.માર્કેટયાર્ડમાં બુધવારે વહેલી સવારથી જ ખેડૂત દ્વારા લવાયેલા ઘઉંની જાહેર હરાજીમાં એક મણ ઘઉના ઐતિહાસિક રૂ. 786ના ભાવ બોલાતા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.આજે માર્કેટ યાર્ડમાં ઘઉની ૧૮૧૦ બોરીની આવક થઇ હતી જે અગાઉના દિવસો કરતા ઘટતા તેમજ લોકલ માકર્ટે તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વિદેશમાં પણ ભારતના ઘઉની નિકાસ વધતા આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.સમગ્ર ઉત્તર ગુજરાત સહિત પાટણ જીલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારીત છે.ગત વર્ષે તેમજ શિયાળામાં પ્રમાણસર ઠંડી પડતા ખેડૂતો દ્વારા રવિપાકનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતું.જો કે ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાના કારણે ઘઉં સહિત અન્ય રવિપાકોના વાવેતરમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો હતો.જિલ્લાની 18 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું હતું.જે ગત વર્ષની સરખામણીએ ઓછુ નોંધાવા પામ્યું છે.ચાલુ વર્ષે ઘઉંની આવકમાં મહદઅંશે ઘટાડો નોંધાયો છે.હાલમાં પાટણના નવા ગંજ માર્કેટયાર્ડમાં ઘઉંની ૧૮૧૦ બોરીની આવક થઈ રહી છે.જ્યારે ગત વર્ષે એપ્રિલ માસની શરૂઆતમાં રોજની 4થી 5 હજાર બોરીની આવકો થઈ રહી હતી.ગત વર્ષે માર્કેટયાર્ડમાં એક મણ ઘઉંના ભાવ રૂ. 350થી 500 જેટલા હતા.તેની સરખામણીમાં ચાલુ વર્ષે ઘઉંની આવકો ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો છે અને એક મણ ઘઉંના ભાવ રૂ. 440થી 786 છે. જે ગત વર્ષની સરખામણીએ મણ દીઠ રૂા. 200થી 300નો વધારો જોવા મળી રહ્યો છે.નવા ગંજ માર્કેટયાર્ડમાં બુધવારે થયેલી જાહેર હરાજીમાં સારી ક્વોલીટીના ઘઉંના ભાવ મણદીઠ રૂ. 440થી 786 સુધી બોલાતા રાજ્યમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ ઐતિહાસિક ભાવ હોવાનું મનાય છે.પાટણ માર્કેટયાર્ડના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર પાટણ માર્કેટયાર્ડમાં ભૂતકાળમાં અત્યાર સુધી 700થી ઉપર ઘઉંના ભાવ પડ્યા નથી.ત્યારે હાલમાં રૂ. 786ના ભાવ પડતા ઘઉંએ ઐતિહાસિક સપાટી પાર કરી છે.

રાત્રી કર્ફ્યૂ બાબતે જાણો પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું….
અમેરિકામાં મહિલા પ્રોફેસરે ભારત અને બ્રાહ્મણોને ગંદા કહેતા હોબાળો
ભારત દ્વારા અફઘાનિસ્તાનને કરવામાં આવતી મદદ લૂંટી રહ્યું છે પાકિસ્તાન
માથાભારે બંટી દયાવાનના ભાઈ સહિત 7 સાગરીતે બે યુવાન પર જીવલેણ હુમલો કરી હવામાં ફાયરીંગ કર્યું
ઇઝરાયેલી એરફોર્સે ગાઝામાં ૧૨ માળની ઇમારત ઉડાવી, AP અને અલ-જઝીરાની ઓફિસો તબાહ
Share This Article
Facebook Email Print
Previous Article પલસાણામાં રીક્ષા માંથી પેસેંજર ના મોબાઈલ સેરવતી ટોળકી સક્રિય
Next Article મુસ્લિમો માર્ગો પર ઉતરશે તો અંકુશમાં નહીં રહે: રઝા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up