કોલકાત્તા, 16 જુન 2021 : પશ્ચિમ બંગાળમાં મુકુલ રોયની તૃણમુલ કોંગ્રેસ(TMC)માં પરત ફર્યા બાદ રાજકારણ ગરમાયું છે. BJPમાં લગભગ સાડા ત્રણ વર્ષ પસાર કર્યા બાદTMCમાં પરત આવનાર મુકુલ રોયે કહ્યું કે તે અનેક લોકો (BJP ધારાસભ્યો) સાથે વાતચીત કરી રહ્યા છે.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ મોટી ફુટ પડી હોવાનાં સમાચાર બહાર આવી રહ્યા છે.સોમવારે બંગાળ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ સુવેંદુ અધિકારી ગવર્નર જગદીપ ધનખડને મળવા પહોંચ્યા તો તેમની સાથે 77માંથી ફક્ત 51 જ ધારાસભ્યો રાજભવન પહોંચ્યા હતા.આ સમગ્ર ઘટનાક્રમે રાજ્ય BJPમાં કોઈ મોટા બળવાના સંકેત આપ્યા છે.
મુકુલ રોયને સવાલ કરાયો હતો કે શું તે BJPના ધારાસભ્યો અને અન્ય નેતાઓને તૃણમૂલમાં સામેલ કરવાને લઈ વાતચીત કરી રહ્યા છે?.જેના જવાબમાં તેમણે કહ્યું કે, અનેક લોકો સાથે વાતચીત ચાલુ છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રધાનો સહિત અનેક અન્ય નેતા ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જેમાંથી અનેક નેતા તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફરવાની ઈચ્છા દર્શાવી ચૂક્યા છે.પોતાના પિતાની સાથે BJPથી તૃણમૂલમાં પરત ફરેલાં રોયના પુત્ર શુભ્રાંશુએ આ અંગે સવિસ્તારથી જણાવ્યું.
શુભ્રાંશુએ કહ્યું કે, લગભગ 25-30 BJP ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.આ ઉપરાંત BJPના બે સાંસદ તૃણમૂલમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.આ અંગે બીજાપુરથી ચૂંટણી હારેલાં શુભ્રાંશુએ કહ્યું કે, તેમના પિતા દબાણમાં હતા.હું જોઈ શકું છું કે તેમની તબિયતને જોઈને ખબર પડતી હતી.તેઓએ પહેલાની જેમ વિધાનસભા ચૂંટણીમાં ભાગ લીધો નથી.એક દિવસ તેઓએ મને પુછ્યું કે શું હું બીજપુર ચૂંટણી જીતવા જઈ રહ્યો છું.તે ખુબ જ ચિતિંત હતા.
મુકુલ રોયના નિવેદન અંગે BJPનો જવાબ
મુકુલ રોયના BJP ધારાસભ્યો અને સાંસદ સાથેની વાતચીત અંગેના નિવેદન પર BJPએ દાવો કર્યો કે તેઓની પાર્ટીનો કોઈ પણ ધારાસભ્ય રાયના પગલાં પર નહીં ચાલે.


