પાટીદારો વિરુધ્ધ નોંધાયેલા 10 કેસો પાછા ખેંચાયા, બીજા ક્રમશઃ પાછા ખેંચાશે

HM News
2 Min Read

– ચૂંટણી પૂર્વે આંદોલનકારીઓને શાંત પાડવાની સ્ટ્રેટેજી
– અમદાવાદ શહેરના 10 કેસો પરત ખેંચવા સરકાર વતી કોર્ટમાં અરજી થઇ,હજુ 187 કેસો પડતર

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને જોતાં રાજ્ય સરકારે અનામત આંદોલન વખતે પાટીદારો સામે થયેલાં પોલીસ કેસો પાછા ખેંચવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.પ્રથમ તબક્કામાં દસેક કેસો પાછા ખેચી લેવા નક્કી નિર્ણય લેવાયો છે.અમદાવાદ શહેરમાં નોધાયેલાં દસ કેસો પાછા ખેંચવા માટે સરકાર વતી કોર્ટમાં અરજી કરવામાં આવી છે.આ અંગે તા.૧૫મી એપ્રિલે સુનાવણી હાથ ધરાશે.જોકે,હજુય ૧૮૭ કેસો રાજ્યની જુદી જુદી કોર્ટમાં પડતર છે. આંદોલનકારીઓ આંદોલન કરે તે પહેલાં કેસો પાછા ખેંચી સરકારે માસ્ટર સ્ટેક માર્યો છે.આ નિર્ણયને પગલે આંદોલનકારીઓનું ટાંય ટાંય ફીસ થયુ છે.

વિધાનસભાની ચૂંટણીઓને પગલે પાટીદાર આંદોલનકારીએ અનામત આંદોલન વખતે પાટીદારો વિરુધ્ધ નોધાયેલા કેસો પાછા ખેચવા માટે રાજ્ય સરકારને તા.૨૩મી એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપ્યુ હતું.હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓએ આ મામલે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી નાક દબાવ્યુ હતું.જોકે,સરકારે આંદોલન શરૂ થાય તે પહેલાં જ કેસો પાછા ખેંચવાની કાર્યવાહી તેજ કરી હતી.

અનામત આંદોલન વખતે કુલ મળીને ૯૦૦ કેસો નોંધાયા હતાં.તે પેકી ૪૮૫ કેસો તો ટકી શકે તેમ ન હતાં જેથી તબક્કાવાર કેસો પાછા ખેંચવામાં આવ્યા હતાં.આંદોલન વખતે અમદાવાદમાં સરકારી મિલક્તનો નુકશાન પહોંચાડવા બદલ કુલ ૬૩ કેસો નોંધાયા હતાં.પાટીદાર સંસ્થાઓ જ નહીં,પણ ભાજપના પાટીદાર સાંસદોએ પણ કેસો પાછા ખેચવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.આખરે સરકાર તરફથી અમદાવાદ શહેરના ૧૦ કેસો પાછા ખેચવા નક્કી કરાયુ છે.શહેરમાં કૃષ્ણનગર,નરોડા,રામોલ,બાપુનગર,નવરંગપુરા અને સાબરમતી પોલીસ મથકમાં નોધાયેલા કેસો પાછા ખેચવામાં આવશે.

સરકાર પક્ષે કોર્ટમાં કેસો પાછા ખેચવા અરજી કરાઇ છે.જોકે,હજુય ૧૮૭ ક્ેસો પડતર છે.અન્ય કેસો તબક્કાવાર પરત ખેચાશે.હાર્દિક પટેલ વિરુધ્ધ નોધાયેલાં બે કેસો પણ પાછા ખેંચવા તૈયારીઓ કરાઇ છે. જોકે,રાજદ્રોહનો કેસ પાછો નહી ખેંચાય તેવી શક્યતા જોવાઇ રહી છે.આંદોલનના નામે ફરી આપ કે કોંગ્રેસ મેદાને આવે અને પાટીદાર મતોનુ ધુ્રવિકરણ થાય તે પહેલાં કેસો પાછા ખેચીને સરકારે આંદોલનકારીઓની ઇચ્છા મનની મનમાં જ રાખી દીધી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *