પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની રામોલ પોલીસે ત્રણ વર્ષ જૂના કેસમાં ટંકરાથી ધરપકડ કરીને અમદાવાદ લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. રામોલમાં વર્ષ 2017માં કોર્પોરેટરના ઘરે થયેલા પથ્થરમારાના મામલે હાર્દિક પટેલ સહિત અન્યો સામે ગુનો નોંધાયો હતો.
જે કેસમાં હાર્દિક પટેલને કોર્ટ જામીન પર મુક્ત કર્યો હતો. જો કે, હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહેતા તેની સામે બીન જામીન લાયક વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ ટંકારામાં હોવાની માહિતીમાં આધારે રામોલ પોલીસની એક ટીમે ત્યાં પહોંચી ગઈ હતી અને હાર્દિકની ધરપકડ કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, હાર્દિક પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ મથકમાં વર્ષ 2015માં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરી નહોતી. બીજી તરફ હાર્દિક પટેલએ પોલીસ ધરપકડથી બચવા માટે કરેલી અગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ ફગાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ હાર્દિક પટેલને રાહત આપી હતી.
આ દરમ્યાન હાર્દિક પટેસ સામે અન્ય કેસોમાં વોરન્ટ નીકળ્યા હતા. જેમાં હાર્દિક પટેલે હાઈકોર્ટથી વોરન્ટ રદ કરાવ્યા હતા. તે દરમિયાન રામોલ પોલીસ સ્ટેશન મથકના કેસમાં કોર્ટમાં હાજર નહીં રહેવાથી તેની સામે વોરન્ટ નીકળ્યું હતું. જેમાં રામોલ પોલીસે હાર્દિકની ધરપકડ કરી લીધી છે. આજે શનિવારે હાર્દિકને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.