પાટીદાર ફેક્ટર નડી ગયું?
હવે ગુજરાતમાં આગળની ચૂંટણી જીતવા માટે પાટીદાર ફેક્ટર મોટો ભાગ ભજવે તેવી શક્યતા નકારી ન શકે.આ સાથે હવે પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી પદ માટે આગળ કરવામાં આવે તેવી સંભાવના પણ અકીલાના તંત્રી કિરીટ ગણાત્રાએ વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં પાટીદાર નેતા મુખ્યમંત્રી બને તેવી સંભાવના છે. કારણ કે ભાજપને કોરોના બાદ હવે એક નવો ચહેરો મુખ્યમંત્રી પદ માટે જોઈએ તેવી આવશ્યકતા ઊભી થઈ છે.
રાજીખુશીથી રાજીનામું આપ્યાની કરી વાત
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાને લઇ વિજય રૂપાણીએ કહ્યું કે હું ભાજપનો આભાર માનુ છું.મને તક આપવા બદલ PM મોદી અને અમિત શાહનો આભાર.મને પાર્ટી તરફથી જે જવાબદારી મળશે તે હું નિભાવીશ.મેં સંગઠનમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે.અને મને જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવીશ.મને સમગ્ર ગુજરાતની જનતાનો સારો સહયોગ મળ્યો છે. મને જે જવાબદારી મળશે તે સ્વીકારીશ.વિજય રૂપાણીએઅ કહ્યું કે નવા નવા નેતૃત્વ ભાજપ જ કરી શકે છે.આ રીલે રેસ છે બધા દોડતા જાય છે અને આગળ વધે છે.મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની ચૂંટણી લડશે.
07-08-2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે.તેઓ બાળપણથી જ સંઘના પ્રખર સ્વયંસેવક રહ્યા છે.
જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મા (રંગૂન શહેર)ખાતે થયો છે.લો પ્રોફાઈલ ધરાવતા CM રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.તો વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. તો કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
ગોરધન ઝડફિયા નવા મુખ્યમંત્રીની ચર્ચામાં પ્રથમ
અકિલા અખબારના તંત્રી કિરીટ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે,ગોરધન ઝડફિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે.ખાસ કરીને 2022ની ચૂંટણી પહેલા પાટીદારો નારાજ હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચાલ્યું આવે છે.ત્યારે ગોરધન ઝડફિયા પાટીદાર સમાજ અને અન્ય સમાજોમાં પણ જાણીતા છે.
વિજય રૂપાણીનો રાજકીય સફર
– વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
– હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
– 7 ઓગસ્ટ 2016એ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
– અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
– રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
– ભાજપની સ્થાપનાથી જ એટલે કે 1971થી પક્ષનાં કાર્યકર્તા છે
– 1976માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહી ચૂક્યા છે
– 1978થી 1981 સુધી RSSના પ્રચારક પણ હતા
– 1987માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
– જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
– રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
– 1996થી 1997 સુધી રાજકોટ મનપાના મેયર તરીકે કાર્ય કર્યું
– 1998માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
– 2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
– 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
– ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
– રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે