ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ અને લોકપ્રિયતા વધી રહી છે,જેના કારણે ભાજપ ચિંતિત છે.આ અંગે પ્રદેશથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી ભાજપમાં ચિંતા પ્રસરી છે.અને હવે એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને રોકવામાં નિષ્ફળ પ્રદેશ ભાજપ પ્રમુખને પીએમ મોદીએ બરાબરના ખખડાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.ગઈકાલે 29 સપ્ટેમ્બરે તેમને સવારે સુરતમાં 3400 કરોડ અને ભાવનગરમાં 5200 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા.સુરત એન ભાવનગર બાદ પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હતા,જ્યાં તેમને 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું અને DMDC ગ્રાઉંડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રીમાં ભાગ લીધો.ત્યારબાદ પીએમ મોદીએ રાત્રી રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કર્યું હતું.
આજે વડાપ્રધાને રાજભવનમાં બેસીને ભ્રષ્ટ ભાજપ પ્રમુખ પાટીલને બરાબર ખખડાવ્યા હોવાની ભાજપના વર્તુળમાં ખુબ જ ચર્ચા થઈ રહી છે.
સિનિયર નેતાઓમાં એવી ચર્ચા છે કે, જો @CRPaatil આમ આદમી પાર્ટીને રોકી નહિ શકે તો પાટીલને પ્રમુખમાંથી પણ હટાવી શકે છે. પાટીલને હટાવવા ભાજપના ગ્રુપમાં ચર્ચાઓ.
— Gopal Italia (@Gopal_Italia) September 30, 2022
હવે દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને બરાબરના ખખડાવ્યા છે અને તેમને પદ પરથી દૂર પણ કરી શકે છે.આ દાવો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કર્યો છે.એક ટ્વીટમાં ઈટાલીયાએ લખ્યું છે – “આજે વડાપ્રધાને રાજભવનમાં બેસીને ભ્રષ્ટ ભાજપ પ્રમુખ પાટીલને બરાબર ખખડાવ્યા હોવાની ભાજપના વર્તુળમાં ખુબ જ ચર્ચા થઈ રહી છે.સિનિયર નેતાઓમાં એવી ચર્ચા છે કે, જો સી.આર.પાટીલ આમ આદમી પાર્ટીને રોકી નહિ શકે તો પાટીલને પ્રમુખમાંથી પણ હટાવી શકે છે.પાટીલને હટાવવા ભાજપના ગ્રુપમાં ચર્ચાઓ”
જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આવા રાજકીય દાવાઓ કરવામાં માહિર છે.અગાઉ અરવિંદ કેજરીવાલે પણ એક ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપ ગભરાઈ ગઈ છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને હટાવી અમિત શાહને મુખ્યમંત્રી બનાવવા જય રહી છે.


