ચીખલી : જંગલો કપાતા દીપડાઓ ખોરાકની શોધમાં ગામડાઓ અને શહેરો તરફ ભટકતા હોય છે.જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં શેરડી કાપણીના સમયે છાસવારે દેખાતા દીપડાને લઈને લોકોમાં ફફડાટ ફેલાવી રહ્યો છે.સમસ્યાથી ટેવાઈ ગયેલ વનવિભાગ માત્ર પીંજરાઓ મૂકીને દિપડાઓ પકડવાની કામગીરી કરી સંતોષ માને છે.છેલ્લા કેટલાક દિવસથી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાટી ગામે દેખાતો દીપડો પાણી ભરેલા કુવામાં પડ્યો હતો.જોકે કૂવામાં પડેલ દીપડાની જાણ થતાં વનવિભાગ પાટી ગામ પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ કૂવામાં પડેલ દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો.ચીખલી રેંજના વન અધિકારીના જણાવ્યા મુજબ આ પાંજરે પુરાયેલ કદાવર દિપડાને જંગલમાં સુરક્ષિત છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેરગામ તાલુકાના પાટી ગામના બાવીસી ફળિયામાં રહેતા શાંતિલાલ ગોવિંનભાઈ પટેલના માલિકીની જગ્યામાં કૂવામાં બપોરના સમયે દીપડો કુવામાં પડતા તેમના દ્વારા ગામના આગેવાનોને ફોન કરતા ગામના આગેવાનોએ ચીખલી વનવિભાગને ફોન કરતા ચીખલી રેન્જ ઓફિસના સ્તાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો કૂવામાંથી દિપડાને બહાર કાઢવા માટે રેક્સ્યુ હાથ ધરાયું હતું કૂવામાંથી દીપડાને સહી સલામત પાંજરામાં પુરવામાં આવ્યો હતો દીપડાને જોવા માટે ગામલોકોના કુવાનાના આજુબાજુ ટોળાઓ ઉમટી પડ્યા હતા તે દરમિયાન રેન્જ ઓફિસના સ્તાફ દ્વારા લોકો દ્વારા ટોળાંને દૂર રહેવાની સલાહ આપી ત્યાર બાદ દીપડાને ચીખલી રેન્જ ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને જંગલ ખાતે છોડવાની કામગીરી હાથ ધરાઇ હતી.


