– અલગ અલગ પોલીસ મથકમાંથી GRD જવાનને છૂટા કરાયા
– ફરજમાં અનિયમિતતાને લઈ જિલ્લા પોલીસવડા એક્શનમાં
સુરત : સુરત જિલ્લા પોલીસવડાએ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાંથી 80 જેટલા જી.આર.ડી. જવાનને છૂટા કરવામાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લા પોલીસવડાએ ઓલપાડ,કોસંબા,માંગરોળ સહિતનાં પોલીસ મથકમાં ફરજ બજાવતા 80 જેટલા જી.આર.ડી. જવાનોને ફરજમાં અનિયમિતતા બાબતે ફરજ પરથી દુર કર્યા હતા.ત્યાર બાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા ઉપર એક TRB જવાને હુમલો કરતા શહેર તેમજ જીલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સુરત શહેર પોલીસ કમિશ્નરે 37 જેટલા TRB જવાનોને ડીસમીસ કર્યા હતા.

