By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાડોશી દેશમાં પેટ્રોલમાં રૂ. 50, ડીઝલમાં રૂ. 75નો વધારો, ભારતમાં પણ થઈ શકે છે ભાવવધારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાડોશી દેશમાં પેટ્રોલમાં રૂ. 50, ડીઝલમાં રૂ. 75નો વધારો, ભારતમાં પણ થઈ શકે છે ભાવવધારો
GeneralInternational

પાડોશી દેશમાં પેટ્રોલમાં રૂ. 50, ડીઝલમાં રૂ. 75નો વધારો, ભારતમાં પણ થઈ શકે છે ભાવવધારો

HM News
Last updated: 14/03/2022 5:38 AM
HM News
3 years ago
Share
SHARE

કોલંબો, તા. 13 માર્ચ 2022, રવિવાર : શ્રીલંકા ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની સહયોગી કંપનીએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં વધારો કર્યો છે.એક મહિનામાં સતત ત્રીજી વખત આ પ્રકારે વધારો કરવામાં આવ્યો છે.શ્રીલંકામાં હવે પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.જોકે તેમ છતાં ભારતની સરખામણીએ દરિયા વડે ઘેરાયેલા એવા આ દેશમાં તેલ સસ્તું જ છે કારણ કે, 3.32 શ્રીલંકન રૂપિયાની વેલ્યુ હાલ ભારતના 1 રૂપિયા જેટલી છે.

યુક્રેન પરના રશિયન હુમલા બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે અને આ કારણે પણ તેલ અને ગેસની કિંમતો વધી રહી છે.આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમત 139 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે.છેલ્લા 7 દિવસોમાં અમેરિકી ડોલરની સરખામણીએ શ્રીલંકન રૂપિયામાં 57 રૂપિયાનો ઘટાડો થયો છે.તેલ કંપનીના કહેવા પ્રમાણે તેમના પાસે કિંમતો વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. હજુ પણ ભારે નુકસાન સહન કરવું પડશે.

ભારતમાં પણ પડશે અસર

તેલ કંપનીઓએ આપણાં ત્યાં 3 નવેમ્બરથી પેટ્રોલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો.પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં કાચું તેલ 33 ડોલર પ્રતિ બેરલથી પણ વધારે મોંઘુ થયું છે.કિંમતોનો આ વધારો આગળ પણ ચાલુ રહી શકે છે.ચૂંટણીના કારણે મોદી સરકારે 129 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નથી કર્યો. તેવામાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 20થી 25 રૂપિયાનો વધારો થઈ શકે છે.

સપા નેતા આઝમખાન અને તેમના પુત્ર કોરોનાથી સાજા થઈ ગયા, ફરી જેલમાં ખસેડાશે
2024 ચૂંટણીમાં ભાજપ માટે મત માંગવા આવીશ ત્યારે પાંચ વર્ષનો હિસાબ પણ આપીશ : અમિતભાઈ શાહ
ગુજરાતના વધુ એક સિનિયર IAS અધિકારી દિલ્હી દરબારમાં પહોંચ્યા
અંતરની શકિતને ભકિત થકી જાગૃત કરવાનો અવસર ‘નવરાત્રી’
ભાજપમાં આંતરિક ડખ્ખો : રૂપાણી-સાંસદ વચ્ચે બોલચાલનો વિડીયો વાયરલ, ચાલુ પ્રવચને કાર્યકરો ઉભા થઈ ગયાં
Share This Article
Facebook Email Print
Previous Article ઉન્નાવ રેપ પીડિતાની માતાને નોટા જેટલા જ મત મળ્યા, પ્રિયંકા ગાંધી પર પૂર્વ ધારાસભ્યની પુત્રીએ કર્યા પ્રહારો
Next Article Ind vs SL 2nd Test: ભારતીય બોલર્સ સામે શ્રીલંકા ટીમનો સૌથી ઓછો સ્કોર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up