ઉદયપુર : 29 જૂન,2022,બુધવાર : રાજસ્થાનના ઉદયપુરના ટેલર કનૈયાલાલની કરપીણ હત્યાએ દેશમાં ચકચાર જગાવી છે.તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટના આતંકીઓની માફક તૂટી પડેલા શખ્સો વિરુધ દેશમાં રોષ ફાટી નિકળ્યો છે.રાજસ્થાન સરકારે ઘટનાની તપાસ માટે સીટની રચના કરી છે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઇએ)પણ સક્રિય થઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કનૈયાલાલ વિરુધ તેના એક પાડોશી નિયાઝે પોલીસ ફરીયાદ કરી હતી.
આ જ શખ્સ હતો જેને નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ અંગેની જાણકારી તેના ધર્મના બીજા લોકોને આપી હતી.નૂપુર શર્માના પોસ્ટના લોગોને લઇને કનૈયાલાલ વિરુધ ઝેર રેડવામાં આવ્યું હતું.ત્યાર પછી ટેલરિંગની દુકાન ધરાવતા કનૈયાલાલ પાસે બે ઇસમો આવ્યા અને નુપુર શર્માના સમર્થનવાળી કહેવાતી પોસ્ટ મોબાઇલ હાથમાં લઇને ડિલીટ કરી નાખી હતી.ભવિષ્યમાં આવું નહી કરવાની ગર્ભીત ધમકી ભરી ભાષામાં વાત કરી હતી.
જો કે આટલેથી વાત પર પૂર્ણ વિરામ મુકાયું ન હતું.કનૈયાલાલના પાડોશી નિયાઝે જ પોલીસ સ્ટેશન જઇને વિવાદિત પોસ્ટ સમર્થનને મુદ્વો બનાવીને કનૈયા વિરુધ ફરિયાદ દાખલ કરી હતી.આ અરજીના આધારે પોલીસે તરત જ એકશન લઇને કનૈયાલાલની ધરપકડ કરી હતી.24 કલાક લોકઅપમાં રાખીને જામીન પર મુકત કર્યો હતો.જેલમાંથી છુટયા પછી પણ કનૈયાલાલને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા કરતી હતી.સતત મળતી ધમકીઓ અંગે પોલીસને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ કનૈયાલાલની રજૂઆત પર પોલીસે ધ્યાન આપ્યું ન હતું.
વધતી જતી ધમકીઓના પગલે કનૈયાલાલે ટેલરિંગની દુકાન 6 દિવસ બંધ રાખી હતી.સાતમા દિવસે હિંમત કરીને દુકાન ખોલી એ જ દિવસે તિક્ષણ હથિયારોથી હત્યા કરી નાખવામાં આવી હતી.કનૈયાલાલની હત્યાના ગુનામાં પકડવામાં આવેલા બે ઇસમો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ વિવાદના મૂળમાં રહેલા નિયાઝને પણ ઝડપી લીધો છે.હત્યારાઓએ હત્યા કરી તેનો મોબાઇલમાં વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.
દુકાનદારને તેની જ દુકાનમાં તરફડતો અને બૂમો પાડતો રહયો પરંતુ હત્યારાઓના ચેહરા પર કોઇ અફસોસ ન હતો.એક વીડિયોમાં સર કલમની વાત કરીને હસ્તા જણાય છે.હાથમાં તિક્ષણ હથિયારો રાખીને ખોફ ફેલાવવા જે પ્રયાસ થયો તે જોતા આ હત્યાના તાર આતંકીઓ સુધી જોડાયેલા હોવાની શંકા છે.તાલિબાનીઓ અને ઇસ્લામિક સ્ટેટની ક્રુરતાને યાદ અપાવે તેવી ક્રુરતા આચરવામાં આવી છે.ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ પણ બર્બરતા આચરીને ખોફ ફેલાવવા વીડિયો ઉતારવાની મોડસ ઓપરેડન્સી ધરાવે છે.

