અમેરિકાના ફ્લોરિડામાં એટલાન્ટિંક તટે એક નાનકડું વિમાન પહોંચ્યું તે વખતે જ તેનો પાયલટ બેફામ થઈ ગયો હતો.એ પછી પ્રવાસીએ એર ટ્રાફિક કંટ્રોલર સાથે વાત કરીને તેની સૂચના પ્રમાણે સિંગલ એન્જિન સેસના ૨૮૦ વિમાનનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું.એર ટ્રાફિક કંટ્રોલરે ખૂબ જ કૂનેહથી કામ પાર પાડયું હતું.એક સિંગલ એન્જિન વિમાન સેસના ૨૮૦ અમેરિકાના ફ્લોરિડામાં એટલાન્ટિક તટે વેસ્ટ પામ બિચ નજીક પહોંચ્યું હતું.બરાબર એ જ વખતે પાયલટ બેભાન બની ગયો હતો.વિમાન નીચેની તરફ આવવા માંડયું હતું અને ગમે ત્યારે દરિયામાં તૂટી પડે એવી શક્યતા હતી.એક પ્રવાસીએ કોકપિટ રેડિયોમાંથી નજીકના ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો હતો.પ્રવાસીએ કહ્યું હતુંઃ વિમાનનો પાયલટ બેભાન થઈ ગયો છે.મને ખબર પડતી નથી કે હું શું કરું? વિમાન ઉડાડવાની સાધારણ સમજ પણ મને નથી.નજીકના ફોર્ડ પીઅર્સ એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલર તેની સાથે કનેક્ટ થયો હતો.ટ્રાફિક કંટ્રોલરે ગંભીર સ્થિતિને પારખીને તુરંત તેનો ૨૦ વર્ષનો અનુભવ કામે લગાડયો હતો.પ્રવાસીને ધરપત બંધાવીને સૂચના આપવાનું શરૃ કર્યું હતું.પ્રવાસીએ કહ્યું હતું કે ફ્લોરિડાનો તટ દેખાય છે.એ પછી કંટ્રોલરે તેને ઉડ્ડયનમાં સંતુલન રાખીને તટ ઓળંગી જવાની સલાહ આપી હતી.એ સાથે જ વિમાન ફોર્ડ પીઅર્સ એરપોર્ટની રેન્જમાં આવી ગયું હતું.એ પછી કંટ્રોલરની સૂચના પ્રમાણેના કમાન્ડ આપીને વિમાનમાં સવાર મુસાફરે સફળ લેન્ડિંગ કરાવ્યું હતું અને લોકોનો જીવ બચાવ્યો હતો.