વલસાડ, 03 જૂન : પારડીના ચીવલ ગામની બોડરની હદમાં આવેલો ડુંગર ઉપર અચાનક આગ ફાટી નીકળી હતી.અહીં વીજ પોલ નથી છતા આગ લાગતા અનેક સવાલો ઉઠ્યા હતા.આ આગમાં સાગના રોપાને ઘણું નુકસાન થયું છે દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા કોઈ ને કોઈ ડુંગર પર આગ લગાડી જતા હોય છે લોકો કેમ આવું કરે છે તેની ખબર નથી પરંતુ જંગલ ખાતાના માણસો ને દર વર્ષે ડુંગર ઉપર દોડાવતાં હોય છે એમાં કોઈ શંકા નથી જોકે આગ ફાટી નીકળી અને તેજ સમય ઉપર ભારે વરસાદ થતાં આગ કાબુમાં આવી ગઈ હતી અને નાનાપોઢા જંગલ ખાતાના સ્ટાફ દ્વારા પણ આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.