વલસાડ,23 મે : પારડીમાં 8 વર્ષ અગાઉ જીયુડીસીની યોજના હેઠળ લક્ષ્મી ઉધ્ધાનમાં પશ્ચિમ વિભાગ માટે એક અલગ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી.જે તકલાદી બાંધકમમા કારણે ધરાશાહી થઇ ગઇ હતી.જે બાદ પાલિકા દ્વારા કિલ્લા પર નવી ટાંકીનું નિર્માણ કરાઇ હતી.જે ટાંકી માથી પાણી પશ્ચિમ વિભાગને પહોચાડવા હાઇવે ક્રોસિંગની મંજૂરી ન મળતા કામ ઘોંચમાં હતું.છેવટે ધારાસભ્ય કનુભાઈ દેસાઇએ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અન્ય વિકલ્પનો વિચાર કરતાં આજે પાલિકા કચેરી ખાતે એક બેઠક યોજી પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ,કારોબારી અધ્યક્ષ દેવેનભાઈ શાહ,વોટર વર્કસ સમિતિ ચેરમેન નિકિતાબેન પટેલ,સીઓ જે યુ વસાવા,પ્રાચી દોશી,ઇજનેર મિશ્રા તેમજ વાપીના હાઈડ્રોલિક ઈજનેર હરીશ પટેલ વગેરેએ ચર્ચા કરી બસ ડેપો નજીકના નાળામાંથી એચડીપી પાઇપ નાંખી પશ્ચિમ વિભાગને પાણી પહોચાડવાનું નક્કી કર્યું હતું 1 મહિનામાં આ કામગીરી પૂર્ણ થતાં શહેરમાં લોકોને પૂરતુ પાણી મળી રહેશે.