By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પાલનપુરના ગઢ ગામમાં એક શખસે ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડી, શિંગડાં બાંધેલાં હોવાથી ઊભી થઈ શકી નહી, વારંવાર તરફડિયા માર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > પાલનપુરના ગઢ ગામમાં એક શખસે ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડી, શિંગડાં બાંધેલાં હોવાથી ઊભી થઈ શકી નહી, વારંવાર તરફડિયા માર્યા
GeneralNorth Gujarat

પાલનપુરના ગઢ ગામમાં એક શખસે ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડી, શિંગડાં બાંધેલાં હોવાથી ઊભી થઈ શકી નહી, વારંવાર તરફડિયા માર્યા

HM News
Last updated: 30/12/2020 8:19 AM
HM News
5 years ago
Share
SHARE

પાલનપુર : પાલનપુરના ગઢમાં મંગળવારે ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેકટરની પાછળ બાંધી કૃરતાપૂર્વક ઢસેડતો વિડિયો વાઇરલ થતાં અરેરાટી પ્રસરી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ ગાયને રંજાડનારાં તત્ત્વોને ઝડપી લઇ તેમની સામે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જિલ્લામાં સોશિયલ મિડિયા પર સોમવારે એક વિડિયો વાઇરલ થયો હતો,જેમાં ટ્રેકટરચાલક અને તેની પાસે બેઠેલો શખસ એક ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેકટરની પાછળ બાંધી ક્રૂરતાપૂર્વક ઢસેડી રહ્યો હતો.ગાય વારંવાર પોતાનું માથું ઊંચું કરી ઊભી થવાના પ્રયત્નો કરી રહી છે,પરંતુ શિંગડાં બાંધેલાં હોવાથી ઊભી થઈ શકતી નહોતી અને વારંવાર જમીન ઉપર પટકાઈ તરફડિયા મારે છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી

હદ તો ત્યાં થાય છે કે ક્રિકેટના મેદાનમાં પ્લાસ્ટરની પીચ પરથી જ ગાયને ઢસડવામાં આવી રહી છે.આ વિડિયો વાઇરલ થતાં જ જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને બધાના મુખમાંથી વાક્યો નીકળ્યાં હતાં. અરેરે… ગાયને આવી રીતે ખેંચનારા નરાધમોને તો ફાંસી આપવી જોઇએ,બિચારી ગાયનો એવો તો કયો વાંક કે એને ટ્રેકટર પાછળ બાંધી ખેંચવી પડી,દરમિયાન આ વિડિયો પાલનપુર તાલુકાના ગઢ ગામનો અને ચામુંડા માતાજીના મંદિર નજીકની ઘટના હોવાનું સામે આવ્યું હતુ,જેને પગલે ગઢ પોલીસે તપાસ કરી ગણતરીના કલાકોમાં જ ગાયને ટ્રેકટર નંબર જીજે. 09.એ એફ. 1025 પાછળ ઢસડનારા ગઢ ખાતે રહેતા જેસુગભાઈ રાજસંગભાઈ કરેણ તેમજ તેમનો ભાગિયો અમરતજી ભારાજી ઠાકોર(બળોધણા) (રહે ઇન્દરવા તા.ભાભર હાલ રહે ગઢ)ને ઝડપી લઇ તેમની સામે પોલીસ ખુદ ફરિયાદી બની પશુ ક્રૂરતા નિવારણ એકટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ક્રિકેટ રમતાં યુવકે વિડિયો બનાવતાં સમગ્ર ઘટના બહાર આવી

ગઢ ગામે આવેલા ક્રિકેટના મેદાનમાં કેટલાક યુવકો મેચ રમી રહ્યા હતા.એ દરમિયાન શખસો ટ્રેકટરની પાછળ ગાયને બાંધી આવ્યા હતા,જે પૈકી એક યુવકે વિડિયો ઉતારતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.

ગઢમાં 15 વર્ષ અગાઉ યુવકને ટ્રેકટર પાછળ બાંધી હત્યા કરાઈ હતી

પાલનપુરના ગઢ ગામે 15 વર્ષ અગાઉ પ્રેમપ્રકરણમાં એક યુવકને ટ્રેકટર પાછળ ઢસેડી હત્યા કરવામાં આવી હતી.ગાયને ઢસડવાની ઘટનાથી ગ્રામજનોને જૂની ઘટનાની યાદ આવી ગઇ હતી.જેમણે નરાધમોની ઝાટકણી કાઢી હતી.

ખેતરમાં ભેલાણ કરતાં રળાઉ ગાયને ટ્રેકટર સાથે બાંધી ઢસડવામાં આવી

ગઢ ગામે ખેતર ધરાવતા ખેડૂતના ખેતરમાં ગાયે ભેલાણ કરી નુકસાન કર્યું હતું,આથી આ રળાઉ ગાયને ટ્રેકટર પાછળ ઢસેડી દૂર મૂકી આવવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article GST અને IT રિટર્ન ભરવાની તા.31 માર્ચ સુધી લંબાવો : CAIT
Next Article કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને ભત્રીજાની હત્યા; ગાળાગાળીનો વિરોધ કરતા પાડોશીએ ગોળી મારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up