By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાલનપુરની પરિણીતાને પારિવારીક સંબંધી યુવાનની બિભત્સ કનડગત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > પાલનપુરની પરિણીતાને પારિવારીક સંબંધી યુવાનની બિભત્સ કનડગત
GeneralSurat

પાલનપુરની પરિણીતાને પારિવારીક સંબંધી યુવાનની બિભત્સ કનડગત

HM News
Last updated: 28/06/2022 7:51 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.27 જુન 2022,સોમવાર : સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાની એકલતાનો લાભ લઇ બાહુપાશમાં લેવા ઉપરાંત કોઇના કોઇ બહાને ટચ કરવાની સાથે બિભત્સ ઇશારા કરી છેલ્લા દસ વર્ષથી કનડગત કરનાર પારિવારીક સંબંધ ધરાવતા પરિણીત યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાય છે.પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠા(ઉ.વ.33 નામ બદલ્યું છે)ને છેલ્લા દસ વર્ષથી પારિવારીક સંબંધ ધરાવતો અજય નાનુભાઇ ભાલોડીયા(રહે.રાજકોટ)કનડગત કરી રહ્યો છે.લગ્ન બાદ ધર્મિષ્ઠા પતિ સાથે વાપી રહેવા ગઇ ત્યારે પ્રથમ વખત નણંદ સાથે અજય ધર્મિષ્ઠાને ઘરે ગયો હતો.ત્યાર બાદ કોઇને કોઇ બહાના હેઠળ અજય ધર્મિષ્ઠાને ઘરે આવ-જા કરતો હતો અને રાત પણ રોકાતો હતો.

દરમિયાનમાં ધર્મિષ્ઠાની એકલતાનો લાભ લઇ તેને પોતાની બાહુપાશમાં જકડી લઇ અજયે તું લગ્ન કરીને આવી ત્યારથી મને ગમે છે,તું મારી થઇ જા,નહીં તો તને તારા પતિના ઘરમાં પણ રહેવા નહીં દઉં એવી ધમકી આપી હતી.અજયની હરકતથી ચોંકી જનાર ધર્મિષ્ઠાએ પતિ અને સસરાને જાણ કરી હતી.પતિ અને સસરાએ અજયને સમજાવવા છતા પણ તે પોતાની હરકતોથી બાજ આવ્યો ન હતો અને ચાન્સ મળે એટલે તેને ધર્મિષ્ઠાને ટચ કરતો હતો.રાજકોટ ખાતે અજયના લગ્ન બાદ તેના ઘરે જમણવારનો કાર્યક્રમ હતો.ત્યારે રસોડમાં રસોઇ કરી રહેલી અજયની પત્ની બહાર જતા વેંત પાછળથી પકડી લઇ અશ્લીલ ઇશારા કરી તું મારૂ કંઇ બગાડી શકવાની નથી.રૂમમાં ધર્મિષ્ઠા પુત્રને ફીડીંગ કરાવી રહી હતી ત્યારે હાથ ધોવાના બહાને રૂમમાં ઘુસી જઇ ગંદી નજરે જોઇ બિભત્સ શબ્દો પણ ઉચ્ચાર્યા હતા.

વાપી : વાયટલ લૅબોરેટરી કંપનીને કલોઝર નોટીસ ફટકારાઇ , એક કરોડનો દંડ
પાણીપુરી વેચતા ‘ભૈયા’ સાથે જ થઇ ગયો પ્રેમ છે. ૧૭ વર્ષની વિદ્યાર્થીની ફરાર
હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત
હિરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવો : કોળી અગ્રણીઓની રજુઆત
કોરોનાનો કહેર: દેશમાં અત્યાર સુધીમાં 271 લોકો પોઝિટિવ, સરકારે જાહેર કર્યો આ હેલ્પલાઇન નંબર
Share This Article
Facebook Email Print
Previous Article ભાવનગરની કૉલેજમાં ભાજપના પેજ પ્રમુખ બનવા માટેની સુચના બાદ આમ આદમી પાર્ટીનો વિરોધ
Next Article ફરીયાદ કરે તો પોલીસ મારૂ કંઇ તોડી લેવાની નથી: લગ્ન નહીં કરે તો તરૂણી પર એસિડ એટેકની સિંગણપોરના રોમિયોની ધમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up