સુરત શહેરમાં કોરોના વાઈરસના કેસ ઘટી જતાં 1 ફેબ્રુઆરીથી સુરત પાલિકા શહેરની તમામ કોવિડ ખાનગી હોસ્પિટલ સાથેના એમ.ઓ.યુ રદ કરશે. એટલું જ નહીં ધન્વંતરી રથની સંખ્યા પણ અડધી કરી દેવામાં આવશે. હાલમાં શહેરમાં 100થી વધુ ધન્વંતરી રથ ચાલી રહ્યા છે.જ્યારે પાલિકાના 19 કોવિડ હોસ્પિટલ સાથે એમઓયુ કાર્યરત છે.
શહેરમાં કોરોના વાઈરસના 200 જેટલા કેસ રોજ નોંધાઇ રહ્યા હતા તે સમયે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની 40થી વધુ ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા અને 600થી વધુ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હતા.પરંતુ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક માત્ર 50 જ કેસ નોંધાઇ રહ્યા છે.
જેની સામે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ એકલ-દોકલ જ છે. જેથી 19 જેટલી કોવિડ હોસ્પિટલોમાં 300 બેડ રિઝર્વ છે તે તમામ રદ કરાશે.જેની સામે હાલમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની સુવિધા છે.


