By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પીજી-નીટનું પરિણામ જાહેર : આ વર્ષે ૨૭૫ કટઓફ સ્કોર રહ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પીજી-નીટનું પરિણામ જાહેર : આ વર્ષે ૨૭૫ કટઓફ સ્કોર રહ્યો
AhmedabadGeneral

પીજી-નીટનું પરિણામ જાહેર : આ વર્ષે ૨૭૫ કટઓફ સ્કોર રહ્યો

HM News
Last updated: 02/06/2022 5:16 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આજે પીજી મેડિકલ નીટનું પરિણામ જાહેર કરી દેવાયુ છે.જેમાં જનરલ કેટેગરીમાં કટઓફ સ્કોર ૨૭૫ રહ્યો છે.ગત વર્ષ કરતા આ વર્ષે કટ ઓફ સ્કોર ઘણો નીચે ગયો છે.ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ ટોપ ૧૦૦૦ રેન્કમાં આવ્યા છે.

પીજી મેડિકલ પ્રવેશ માટે ગત ૨૧મી મેના રોજ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પીજી નીટ લેવામા આવી હતી.જેનું પરિણામ ૨૦મી જુન સુધી જાહેર થનાર હતુ પરંતુ એનબીઈ દ્વારા ૨૦ દિવસ વહેલુ આજે ૧લી જુનના રોજ પરિણામ જાહેર કરી દેવાયુ છે.એનબીઈ દ્વારા જાહેર કરાયેલ કટ ઓફ સ્કોર મુજબ જનરલ-ઈડબલ્યુ એસ કેટેગરીમાં ૫૦ પર્સેન્ટાઈલ એલિજિબિલિટી ક્રાઈટેરિયામાં ૨૭૫ કટ ઓફ સ્કોર છે જ્યારે એસસી,એસટી અને ઓબીસીમાં ૪૦ પર્સન્ટાઈલ એલિજિબિલિટીમાં ૨૪૫ અને અનરિઝર્વ પીડબલ્યુ કેટેગરીમાં ૪૫ પર્સેન્ટાઈલ એલિજિબિલિટીમાં ૨૬૦ કટ ઓફ સ્કોર રહ્યો છે.

ગત વર્ષે ૨૦૨૧માં જનરલ કેટેગરીમાં ૩૦૨ અને અનામત કેટેગરીમાં ૨૬૫ કટઓફ હતો જ્યારે ૨૦૨૦માં અનુક્રમે ૩૬૬ અને ૩૧૯ તેમજ ૨૦૧૯માં ૩૪૦ અને ૨૯૫ કટ ઓફ સ્કોર રહ્યો હતો.આમ છેલ્લા ત્રણ વર્ષ બાદ આ વર્ષે કટ ઓફ સ્કોર ઘણો નીચો રહ્યો છે.આ વર્ષે પરિણામ ઘણું નીચુ રહ્યુ છે અને અમદવાદ સહિત ગુજરાતના ઘણા વિદ્યાર્થી દેશના ટોપ ૧૦૦૦ રેન્કમાં આવ્યા છે.જેમાં બી.જે મેડિકલ કોલેજનો એક વિદ્યાર્થી ૩૦૦મા રેન્કમાં આવ્યો છે.

ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીને લઈ હિંદુત્વનો મુદ્દો ભાજપને ફાયદો કરાવશે ! કોંગ્રેસની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી !! આપ નું શુ કહેવું છે?
ભરૂચ જિલ્લા મહેસુલ વિભાગમાં એક જ સ્થળે 4 વર્ષથી ફરજ બજાવતા 64 કર્મીઓની બદલી
રિયા ચક્રવર્તી – મહેશ ભટ્ટના વોટ્સએપ ચેટ વાઇરલ
સુરતમાં ‘આપ’ના મહિલા કોર્પોરેટરે લોકોને ભયમુક્ત કર્યા, વૃક્ષો વિશાળ થઈ જતાં પાલિકાની ટીમ બોલાવી વૃક્ષોની ડાળીઓ કપાવી
પ્રતિબંધોથી ફરી એક વાર ટ્રાંસપોર્ટ સેક્ટર ભાંગી પડ્યું, દરરોજ થઈ રહ્યુ છે 315 કરોડનું નુકસાન
Share This Article
Facebook Email Print
Previous Article સિવિલ હોસ્પિટલમાં ૨૧૦ અંગ દાનથી ૧૮૭ દર્દીને નવું જીવન
Next Article વીકલી રીવ્યુ કમિટી બેઠકમાં શહેરમાં રખડતા ઢોર અંગેની કામગીરી અસરકારક બનાવવા કમિશનરની તાકીદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up