થર્ટીફર્સ્ટનાં કારણે પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.દમણ અને વાપીનાં વિવિધ નાકા ઉપર પોલીસ વિભાગે પોલીસચોકી બનાવી દેવામાં આવી છે.જયારે વાપીટાઉન પોલીસ વિભાગ દ્રારા દારૂ પીનારા લોકોને રાખવા માટે પોલીસ મથકની બહાર મંડપ બનાવવામાં આવ્યો છે.જેથી કરીને તેને ત્યાં રાખી શકાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આમ દારૂ પીનારા લોકોની સામે પોલીસ વિભાગે કાર્યવાહી કરવા માટે તંત્રને ગોઠવી દીધુ છે.