By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પીલીભીતમાં દલિત છોકરી સાથે ગેંગરેપ કર્યા બાદ ડીઝલ નાખીને જીવતી સળગાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પીલીભીતમાં દલિત છોકરી સાથે ગેંગરેપ કર્યા બાદ ડીઝલ નાખીને જીવતી સળગાવી
GeneralNational

પીલીભીતમાં દલિત છોકરી સાથે ગેંગરેપ કર્યા બાદ ડીઝલ નાખીને જીવતી સળગાવી

HM News
Last updated: 12/09/2022 9:02 AM
HM News
3 years ago
Share
SHARE

– બીજી એક ઘટનામાં 12માં ક્લાસમાં અભ્યાસ કરતી સગીર દલિત વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો

પીલીભીત, તા. 12 સપ્ટેમ્બર 2022, સોમવાર : ઉત્તર પ્રદેશના પીલીભીતમાં 24 કલાકમાં બનેલી બે ગેંગરેપની ઘટનાએ પોલીસ વિભાગમાં હલચલ મચાવી દીધી છે.પહેલા 16 વર્ષીય દલિત કિશોરી સાથે તેના ઘરમાં ઘુસીને ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ તેના પર ડીઝલ નાખીને આગ ચાંપી દીધી હતી.છોકરીને દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પોલીસે 2 લોકો વિરુદ્ધ ગેંગરેપ સહિત અનેક ધારાઓમાં કેસ દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મજિસ્ટ્રેટે છોકરીનું નિવેદન પણ નોંધી લીધુ છે.બીજી ઘટનામાં ગામના બે યુવકો 12મા ક્લાસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને રાત્રે ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા હતા અને શેરડીના ખેતરમાં ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.પીડિતાના પિતાએ 10 સપ્ટેમ્બરના રોજ માધોટાંડા પોલીસને સૂચના આપી હતી કે, ગામના બે દબંગ યુવકો રાજવીર અને તારાચંદે ઘરમાં ઘૂસીને તેમની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું અને ડીઝલ છાંટીને આગ લગાવી દીધી હતી.પાડિતાની હાલત ગંભીર છે.પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સૂચના મળતાં જ તેઓ તુરંત કિશોરીના ગામ પહોંચ્યા અને સમગ્ર મામલાની જાતે તપાસ કરી હતી.તેમણે કહ્યું કે, સંબંધીઓની ફરિયાદ પર પોલીસે રાજવીર અને તારાચંદ વિરુદ્ધ રેપ,હત્યાનો પ્રયાસ અને ધમકી આપવાનો કેસ દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

બીજા મામલામાં 12માં ક્લાસમાં અભ્યાસ કરતી સગીર દલિત વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.પીડિતાએ આરોપ લગાવ્યો કે, ગામમાં રહેનારા બે યુવકોએ રાત્રિના સમયે ઘરેથી ઉઠાવીને લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.પીડિતાની માતાએ સવારે જોયું તો તેમની દીકરી ઘરે નહોતી જ્યારે તેને શોધી તો તે શેરડીના ખેતરમાં બેભાન અવસ્થામાં પડી હતી.પીલીભીતમાં 24 કલાકની અંદર બનેલી બે ગેંગરેપની ઘટનાથી છોકરીઓની સુરક્ષા પર અનેક સવાલ ઉભા કર્યા છે.

ગાંધીનગરમાં ધમધમાટ : પ્રદીપસિંહ જાડેજાને પગે લાગીને નવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ લીધો
યુપી સરકાર બુલડોઝર કાર્યવાહીમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરેઃ સુપ્રીમ કોર્ટ
મોટા વરાછામાં દુબઇથી ઓનલાઇન રમાતા જુગારનું નેટવર્ક પકડાયું
કોરોનાને લઇ અમેરિકા અને ચીન પાછા બાખડ્યા, પૂછયું- ફ્લૂથી મોત થયું કે કોરોનાથી?
કોરોના વેક્સીન સારવાર માટેની બે દવાઓને ક્લિનીકલ ટ્રાયલ માટે મંજૂરી
Share This Article
Facebook Email Print
Previous Article પોલીસ કહે છે રેડ નથી પાડી, ગોપાલ ઈટાલિયા કહે પોલીસકર્મીઓના લોકેશન ચેક કરો
Next Article મુંબઈ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે બેલ્ટમાં છુપાવેલું ૧૨ કિલો સોનું પકડી પાડ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up