નિલગીરી મહાપ્રભુનગર સોસા.માંથી જુગારીઅો ઝડપાયા
સુરત, તા.૨૨
પીસીબી અને પાંડેસરા પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડી જુગાર રમતા ૧૭ જુગારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે લીંબાયત નિલગીરી રોડ પ્રભુનગર સોસાયટી પ્લોટ નં.૧૬ના ધાબા ઉપરના રૂમમાં જુગાર રમતા દિનેશ ટેમ્પો, જ્ઞાનેશ્વર ધનગર, પ્રવિણ પાટીલ, જ્ઞાનેશ્વર દુર્યોધન, પુંડલીક શિન્દે, દિપક આનંદાની ધરપકડ કરી પાંચ મોબાઈલ પોન, રોકડા મળી કુલ રૂપિયા ૩૮૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાંડેસરા પોલીસે સિદ્ધાર્થનગર શ્રીક્રિષ્ના મંદિરની બાજુમાં જુગાર રમતાં પ્રેમચન્દ્ર કેવટ, અક્ષય બિરબલï, દિનેશ શ્રીપાલ, સંજય નિશાદ, કશ્યપ ઉમાશંકર, સતીષ ગુપ્તા, છોટા શિવબલી, મનોજ જંગબહાદુર, લાલમન નિશાદ, સુરજભાન કેવટ, બિરબલ નિશાદની ધરપકડ કરી ૭ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ રૂ.૧૭૫૦૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પીસીબી અને પાંડેસરા પોલીસના દરોડામાં ૧૭ જુગારીઓ પકડાયા
Leave a Comment