દોડતી બાઈક ધીમી કરતા બે લોકો ચપ્પુ મારી ભાગી ગયા
સુરત, તા.૨૨
પુણાગામ પટેલ સમાજની વાડી પાસે બંપ આવી જતા મોટર સાઈકલ ધીમે પડી જતા રસ્તામાં બે અજાણ્યા ઈસમોએ ચાકુ વડે જાબવર્ક કરતા બાઈક ચાલક પર હુમલો કરી જાંઘના ભાગે ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયા હતા. ચોક પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ વતન અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના કણકોટ ખાતેના વતની અને હાલમાં પુણાગામ કારગીલ ચોક ખાતે રહેતા શિવાભાઈ હરદાસભાઈ પોલરા જાબવર્ક કરે છે. ગતરોજ તેઅો પોતાની બાઈક પર બેસી પુણાગામ પટેલ સમાજની વાડી પાસેથી પસાર થતા હતા. ત્યારે અચાનક બંપ આવી જતા બાઈક ધીમે પાડવામાં આવતા રસ્તામાં બે અજાણ્યા ઈસમોïએ તેમની પર ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ચોક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પુણા રોડ પર બાઈક સવાર પર બે અજાણ્યાનો ચપ્પુ વડે હુમલો
Leave a Comment